ભાત કે ચોખા ખાવાથી ફક્ત નુકશાન જ નહીં પણ શરીરને આ ફાયદા પણ થાય છે !! વાંચો શું શું ફાયદા કરે છે ભાત?
આમ તો તમને ખબર જ હશે કે મોટા ભાગે લોકો ભાત ન ખાવા માટે 10 નુકશાન બતાવી દેતા હોય છે અને મોટા ભાગના લોકો તથા ડોકટરોનું પણ એવું જ કહેવાનું હોય છે કે ભાત ખાવાથી અનેક પ્રકારની પરેશાની થઇ શકે છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે ભાતના નુકશાન નહીં પણ ફાયદા વિશે જણાવાના છીએ. તો ચાલો તમને આ પુરી વાત વિષે જણાવી દઈએ.
આમ તો તમને ખબર જ હશે કે ભાત ખાવાથી પેટ ભરાય જાય છે તથા વજનમાં પણ વધારો થવા લાગે છે. આ વાત અમુક લોકો માટે ફાયદાકારક તો અમુક લોકો માટે નુકશાન કર્ક સાબિત થતું હોય છે. તમને ખબર જ હશે કે દુનિયાના લાખો નહીં પણ કરોડો લોકો ભાત તથા ચોખાનું સેવન કરતા હોય છે આથી જ એક સેલિબ્રિટી ન્યુટ્રીશનનું એવું કેહવું છે કે રોજ જમવા સાથે ભાત ખાવા જ જોઈએ, તેણે શા માટે આવું કહ્યું હશે તો ચાલો તમને તે અંગે જણાવી દઈએ.
જાણતા તમને નવાય લાગશે પરંતુ ભાત ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, ભાતની અંદર પ્રોબાયોટિક હોય છે જેથી તે ફક્ત આપણું પેટ જ નહીં પરંતુ શરીરની કરોડો માઈક્રોબસને પણ પોષણ આપવાનું કામ કરે છે.ભાતનો ઉપયોગ કરીને ખીર, પુલાવ બિરયાની જેવી અનેક સ્વાદિષ્ટ વાનગી બનાવામાં આવે છે જે ટેસ્ટીતો હોય જ છે અને સાથો સાથ દરેક લોકોને ભાવતી હોય છે.તમને જણાવી દઈએ કે ભાત ખાવાથી શુગર લેવલ કન્ટ્રોલ થાય છે, જયારે આપણે ભારતીય રીતે ભાત ખાયે ત્યારે તો ખાસ.
ભાતને આપણે દહીં, કઢી, મીટ, શાક અને દાળ જેવી વસ્તુ સાથે ખાતા હોઈએ છીએ આથી તે શરીરને પણ ખુબ ફાયદો અપાવે છે.ડાયાબિટીસની તકલીફથી પીડિત લોકો પણ ભાત ખાય શકે છે, કારણ કે ભાતને મેટાબોલિક સિન્ડ્રોમ સાથે કોઈ સબંધ હોતો નથી.ભાત અથવા તો ચોખાડિનર ના હિસાબે વાત કરવામાં આવે તો તે પેટમાટે ખુબ હલકા હોય છે આથી આપણને ચેન ભરી ઊંઘ આવે છે અને હોર્મોનલ બેલેન્સ પણ બરોબર રહે છે. હોર્મોન્સનું બેલેન્સ યુવાઓ અને આધેડ વયના લોકો માટે ખુબ જરૂરી બની જાય છે.
તમારે તમારી ત્વચાને નિખારવી હોય તો પણ તમે ભાતનું સેવન કરી શકો છો કારણ કે ભાતનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ઘણી નિખરે છે.જો તમે વાળ ખરવાની પરેશાની અથવા તો તાલ થતી હોય તો તમે ભાત ખાય શકો છો કારણ કે ભાતથી વાળનો ગ્રોથ બરોબર થવા લાગે છે.