ફેસબુક મા તેના દિયર ને કર્યું પ્રપોઝ ભાભીએ પછી ભાઈને પડી ખબર પછી ભાઈએ શું કર્યું જોવો…..
ઝારખંડના ગિરિડીહમાં રહેતા એક શખ્સે પોતાની પત્નીના લગ્ન પોતાના જ ભાઇ સાથે કરાવી દીધા. એટલું જ નહીં લગ્ન કરાવ્યા બાદ તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જ્યારે લોકોને આ લગ્ન વિશે ખબર પડી તો દરેક હેરાન રહી ગયા અને પતિને આવું કરવા પાછળનું કારણ પુછવા લાગ્યા હતા.
આ ઘટના ગિરિડીહ જિલ્લામાં તિસરી પ્રખંડના લચકન ગામની છે. જાણકારી પ્રમાણે લગ્ન બાદ એક શખ્સની પત્નીને પોતાના જ દેવર સાથે પ્રેમ થઇ ગયો. ત્યારબાદ આ વાતની જાણ થઇ જતા શખ્સે પોતાની પત્નીનો હાથ તેના ભાઇને પકડાવી દીધો.
આવી રીતે ખબર પડી અફેર વિશે થોડા વર્ષ પહેલા જ તિસરી પ્રખંડના લચકન ગામમાં રહેતા એક શખ્સના લગ્ન થયા હતા. લગ્ન બાદ બધુ ઠીક હતું અને તેમના બે બાળકો પણ થઇ ગયા. તો કામને કારણે શખ્સ અને તેનો ભાઇ ગુજરાતના સુરતમાં રહેતા હતા. જ્યારે બાળકો અને માતાની સાથે ગામમાં રહેતા હતા. આ દરમિયાન પતિને સૂચના મળી કે તેની ગુજરાત આવવા માટે રવાના થઇ ગઇ છે. ત્યારબાદ પતિ પોતાના ઘરે પત્નીની રાહ જોતો હતો. પરંતુ તે આવી નહીં અને સીધી જ દેવરના ઘરે જતી રહી. જે સુરતમાં જ રહેતો હતો.
સુરત પહોંચ્યા બાદ મહિલા પોતાના દેવર સાથે રહેવા લાગી. એટલું જ નહીં તેણીએ પોતાના અનેક ફોટો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યા. જેને જોઇને પતિને તેના અફેર વિશે જાણકારી થઇ. આ તસવીર જોયા બાદ પતિ તેના ઘરે પહોંચી ગયો. જ્યાં તેની પત્ની સાથે વાત કરી. વાત કર્યા બાદ ખબર પડી કે આ બંને એક બીજાને વર્ષોથી પ્રેમ કરતાં હતા અને એક સાથે રહેવા માગતા હતા.
મહિલાએ પોતાના પતિને જણાવ્યું કે લગ્ન બાદ જ તેણીને દેવર સાથે પ્રેમ થઇ ગયો અને તે હવે તેના વગર રહી શકતી નથી. દેવરે પણ ભાભી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. આ બંનેની પ્રેમ કહાની સાંભળ્યા બાદ પતિએ બંનેના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ખુદ પતિએ પોતાની પત્ની અને ભાઇના લગ્ન કરાવી દીધા. ત્યારબાદ બંનેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી.
મહિલાના પતિએ કહ્યું કે લગ્ન બાદ મને ખબર પડી કે મારી પત્ની ગામમાં સંબંધમાં થતા મારા ભાઇને પસંદ કરતી હતી. જ્યારે મને આ અંગે જાણ થઇ તો મેં બંને વચ્ચે ન આવવાનો નિર્ણય કર્યો અને તેમના લગ્ન કરાવી દીધા.