પરીક્ષા આપીને આવતા બે વિધ્યાર્થીઓને રસ્તામાં મળિયો કાળ અને બંને નાં…
આપણે ઘણી વખત અકસ્માતને ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. કોઈપણ વ્યક્તિ હોય કે જે વાહન ચલાવતો હોય તેણે ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઇએ જો તેમ ના થાય તો ઘણી વખત તેનો પોતાના જીવથિ હાથ ધોઈ બેસવું પડે છે આપણે અહીં એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં સ્કૂલેથી પરીક્ષા આપીને આવતા બે વિદ્યાર્થીઓ રસ્તામાં એવો કાળ નો સામનો કરવો પડ્યો કે બંનેના મૃત્યુ થઈ ગયા.
આ સમગ્ર ઘટના નારાયણગઢ અને કાઠેમાંજર પાસેન લિંક રોડ ની છે, કે જ્યાં ધોરણ 12 ની પરીક્ષા આપીને પાછા ફરતી વખતે 2 વિદ્યાર્થીઓ એ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. આ બંને વિદ્યાર્થીઓ બ્લુ બ્લેસ શાળામાં અભ્યાસ કરતા હતા જેમાંથી એક વિદ્યાર્થી મેડિકલ અને બીજો વિદ્યાર્થી નોન મેડિકલ અભ્યાસક્રમ માં અભ્યાસ કરતા હતા.
આ બન્નેમાંથી એકનું નામ રાહત બક્ષી જ્યારે બીજાનું નામ અરનવ ધિમન હતું. આ બંને વિદ્યાર્થીઓ સોમવારે સવારે 10:30 વાગ્યા ની આજુબાજુ પોતાની પરીક્ષા પૂરી કરી કાંઠેજમાંર રોડ પરથિ જતા હતા તયારે એક ખતરનાક વળાંક પાસે તેમની ગાડી નું સંતુલન બગડી ગયુ, અને તેઓ જમીન ઉપર પડી ગયા પડયાની સાથે જ તેમના બંનેના માથા ઉપર ઘણી જ ગંભીર ઇજા આવી.
અકસ્માત ને કારણે આસપાસ લોકો ભેગા થઇ ગયા અને તેમણે પોલીસને જાણ કરી પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા બંનેને પ્રાથમિક સારવાર માટે
નાગરિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં રાહત નુ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અરનવ ને વધુ સારવાર માટે ચંદીગઢ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગ્યું. આ સમગ્ર ઘટનાની જાણ તેમની શાળાના વાઇસ પ્રિન્સિપાલ ગુલશન મહેતાને કરવામાં આવી તેઓ દવાખાને પહોંચ્યા અને બંને વિદ્યાર્થીઓનો પરિચય મેળવી તેમના પરિવારજનો સુધી આ અકસ્માતની માહિતી પહોંચાડિ
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!