ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે એ દિનેશ લાલ યાદવ સાથે ચોરીછૂપીથી કરી લીધા લગ્ન પરંતુ હકીકત છે કંઈક અલગ, જુઓ વિડીયો.
આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતમાં હાલ લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. લગ્નની સિઝન શરૂ થતા ની સાથે જ લોકો એકબીજાના જીવન સાથી સાથે પોતાનો ઘર સંસાર શરૂ કરતાં હોય છે. લગ્નજીવનમાં પરિવારના સભ્યો પણ લગ્નમાં હાજરી આપીને નવ વર-વધુ ને આશીર્વાદ આપતા હોય છે. એવામાં ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે અને અભિનેતા દિનેશ લાલ યાદવ ના લગ્ન નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.
તો ચાલો જાણીએ શું છે આ વીડિયોની હકીકત. ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે અને દિનેશ લાલ યાદવ સોશિયલ મીડિયા ઉપર ખાસ એવા પ્રભુત્વ ધરાવે છે. તે બંને સોશિયલ મીડિયા ઉપર ખાસ એક્ટિવ રહે છે. પરંતુ હાલમાં બંને નો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ અભિનેત્રી આમ્રપાલી દુબે અને દિનેશ લાલ યાદવ યાદવ લગ્નના મંડપમાં બેસેલા છે અને બંને લોકોએ વર અને કન્યાનના કપડામાં સુંદર લાગી રહેલા છે.
આમ્રપાલી દુબે એ દુલ્હનની જેમ શણગાર કરેલો છે તો બાજુમાં બેસેલા દિનેશ લાલ યાદવ પણ શેરવાની પહેરીને વરરાજા ના ડ્રેસ માં માથે પાઘડી પહેરીને લગ્નના મંડપમાં બેસી ગયેલા છે. લોકો કહે છે કે આ બંને ચોરી છુપીથી લગ્ન કરી લીધા છે પરંતુ જાણવા મળ્યું કે બંનેએ એકબીજા સાથે લગ્ન કરેલા નથી પરંતુ વીડિયોની હકીકત સામે આવતા જાણવા મળ્યું કે આમ્રપાલી દુબે અને દિનેશ લાલ યાદવ એ લગ્ન કર્યા નથી પરંતુ આ એક ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.
જેમાં કોઈ લગ્ન નો સીન નિભાવવાનો હોય તો તેના માટે આમ્રપાલી અને દિનેશ લાલે આ વરરાજા અને કન્યાનો શણગાર કરેલો જોવા મળે છે. વીડિયોના અંતમાં જોવા મળે છે તેમ ડિરેક્ટર પૂછે છે કે રેડી અને કેમેરામેન પણ શોટ લેવાની તૈયારી કરતા જોવા મળે છે. આમ લોકોને ધારણા પ્રમાણે બંને સાચે જ લગ્ન કર્યા નથી. પરંતુ હકીકત તો ફિલ્મના શૂટિંગ બાબતની હતી. આ વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!