ભોપાલ- સામુહિક આત્મહત્યા. પતિ એ તેની પત્ની અને બે બાળકો ને ઝેર આપીને પોતે પણ ખાઈ લીધો ગળાફાંસો.

આપણા સમાજ મા અવારનવાર આત્મહત્યા ના બનાવો બનતા જ હોય છે. અને ક્યારેક સામુહિક આત્મહત્યા ના બનાવો પણ નજરે ચડે છે. વ્યક્તિ પાસે કોઈ રસ્તો ન રહેતા તે અંતે આત્મહત્યા કરી લેતા હોય છે ક્યારેક તે તેના પરિવાર ને મારીને પોતે પણ આત્મહત્યા કરી લેતા હોય છે. એવી જ એક ઘટના ભોપાલ ની સામે આવી છે. જેમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર થવા પામી છે.

ભોપાલ માં રહેતા એક સોની પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી છે. ભોપાલ મા રહેતા અને સોની દુકાન ધરાવતા એક શખ્સે પહેલા તેની પત્ની અને બે પુત્રો ને મારી ને પોતે પણ આત્મહત્યા કરી લે છે. જેમાંથી એક નાનો પુત્ર જે બચી ગયો હતો અને તેથી તેને ભોપાલ ની હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવેલ છે પણ તેની હાલત પણ ગંભીર છે. મરનાર વ્યક્તિ નું નામ જીતેન્દ્ર સોની છે જેને મારતા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મારવાનું મુખ્ય કારણ જમીન વિવાદ હતો તેમ બહાર આવ્યું છે.

સમગ્ર ઘટના મા 35 વર્ષીય નિવાસી જીતેન્દ્ર સોની, 32 વર્ષીય રીંકી સોની અને 12 વર્ષીય વૈષ્ણવ સોની મૃત અવસ્થામાં નીચે પડ્યા હતા. 10 વર્ષીય પુત્ર કાર્તિક સોનીના શ્વાસ ચાલી રહ્યા હતા એટલે તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જીતેન્દ્ર સોની નું ઘર રાયસેનની વાડી કસ્બાના વોર્ડ નં-8 માં આવેલું છે. જીતેન્દ્ર સોની ને હિંગળાજ મંદિર રોડ પર બાલાજી જ્વેલર્સ નામની દુકાન છે. તે ઉપરાંત તેને બે તેનાથી નાના ભાઈઓ છે જેમાંથી એક મુંબઈમાં અને બીજો ભોપાલમાં નોકરી કરે છે. તેનો પરિવાર શ્રીમંત પરિવાર હતો. જીતેન્દ્ર પાસે બે માળનું ઘર અને એક કાર છે. ઉપરાંત તેની સોની ની દુકાન પણ પણ સારી ચાલી રહી હતી.

જીતેન્દ્ર ની સુસાઈડ તેને જણાવ્યું હતું કે, હું ખૂબ જ અસ્વસ્થ છું. મારો ધંધો પણ બંધ થઇ ગયો છે. મને સમજાતું નથી કે, શું કરવું? હું મારી પત્ની અને બાળકોને ખૂબ જ પ્રેમ કરું છું. હું આવી જિંદગી ના જીવી શકું. હું ખૂબ જ સમજી વિચારીને આ પગલું લઈ રહ્યો છું. જો હું એકલો મરી જઈશ તો મારા પરિવારનું શું થશે? આ જમાનો ખૂબ જ ખરાબ છે. મારે આવો નિર્ણય લેવો પડે છે તેમાં કોઈનો પણ વાંક નથી માટે મારા અંગત કોઈને પણ પરેશાન ના કરશો. મારી આ પરિસ્થિતિ માટે હું પોતે જ જવાબદાર છું અને સૌથી મોટો જવાબદાર તે છે, જે મારા પરિવારની બ્લોક જમીન નથી આપતો. મારા પરિવારને હજુ સુધી કઈ મળ્યું નથી. ક્યાં સુધી સરકાર સામે લડવું, લાંબો સમય વીતી ગયો, પરંતુ જોવાવાળું કોઈ નથી.

જો યોગ્ય સમયે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોત તો કદાચ મેં આ પગલું ભરવાનું ક્યારેય વિચાર્યું ના હોત. મને મારી વાત સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરો. જમીન મારા પરિવારને મળે, જેથી અમારી હાલત ઠીક થઈ જાય. ઘરના સભ્યોને હું આવું પગલું ભરીશ તેવો અંદાજો પણ નહિ હોય, પરંતુ મારી સામે બીજો કોઈ રસ્તો નથી. મને માફ કરો. નીરજ, પંકજ, માતા-પિતાનું સારું ધ્યાન રાખજો. તેમને કોઈ તકલીફ ના પડે. તેમને તમારી સાથે લઇ જજો, જેથી તેમને લોકોની વાતો સાંભળવી ના પડે. સમગ્ર ઘટના ની તપાસ ASP અમૃત મીણાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. પત્ની અને બંને બાળકોના ગળા પર પણ દોરડાના નિશાન છે. તેથી મોત ગળું દબાવવાથી થયું છે કે ઝેરના કારણે થયું છે તે સ્પષ્ટ નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આમ સુસાઇડ નોટ માં સમગ્ર ઘટના જમીન વિવાદ ને લઇ ને બનેલી જોવા મળે છે. મારનાર ની અર્થી એકસાથે ઉઠતા તેના પરિવારો માં ખુબ જ શોક નું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમના નાના ભાઈ પંકજ સોનીએ ત્રણેયને ભેગા મળીને મુખાગ્ની આપી હતી. તેમની બાજુમાં રાહતા પાડોશીઓ તરફ થી જાણવા મળ્યું કે મારનાર જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે કોઈને કોઈવાર વિવાદ ચાલતો હોય તેવું લાગતું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.