રોજબરોજ સોશિયલ મીડિયા પર મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં કોઈ વિદેશી યુવક કોઈ ભારતીય વ્યક્તિના પ્રેમમાં પડી જતો હોય છે અને લગ્ન પણ કરતા હોય છે અને ક્યારેક વિદેશી યુવતી કોઈ ભારતીય યુવાનના પ્રેમમાં પડીને લગ્ન કરીને ભારત રહેવા પણ આવી જતી હોય છે. એવો જ એક વિડીયો હાલ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક વિદેશી યુવતી કે જેને ભારતીય પરંપરા અનુસાર કપડાં પહેરેલા છે. ભારતીય પરંપરા અનુસાર હાથમાં બંગડીઓ પહેરેલી છે અને માથા ઉપર સિંદૂર પણ ભરેલું છે અને આ યુવતી ખેતરમાં ડુંગળીનો રોપ રોપી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ યુવતી નો વિડીયો ઉતારવામાં આવે છે અને તેને સવાલો પણ પૂછવામાં આવે છે.
વિડીયો બનાવનારે પહેલા પૂછ્યું કે શું હું તમને કંઈ પૂછી શકું? તો વિદેશી દુલ્હનને કહ્યું કે હા બિલકુલ. ત્યારબાદ સવાલ પૂછવામાં આવે છે કે તમે ક્યાંથી છો? તો દુલ્હન જવાબ આપે છે કે હું જર્મનીથી છું. અહીંયા ખેતરમાં ડુંગળી રોપી રહી છું. જેનાબાદ વિડીયો ઉતારનાર વ્યક્તિ તે મહિલાના પૂછે છે કે તું જર્મની થી ડુંગળી રોપવા માટે ભારત આવી છો? જેના જવાબમાં તે દુલ્હન હસવા લાગે છે અને ત્યારબાદ વિડીયો ઉતારનાર વ્યક્તિ એમ પણ કહે છે કે જો તારી સાસુ પણ હસે છે.
દુલ્હનની પાછળ તેની સાસુ પણ ઉભેલા હોય છે અને દુલ્હનના આવા જવાબ સાંભળીને તેની સાસુ પણ હસવા લાગે છે. આ યુવતી જર્મનીથી આવેલી છે પણ તેનું શુદ્ધ હિન્દી સાંભળીને ઘણા બધા લોકો ચોકી ઉઠ્યા છે. કારણ કે જર્મનીમાં રહેતી યુવતી આવું સરસ હિન્દી બોલે તે ખરેખર ગર્વની વાત કહેવાય. આ વીડિયોને instagram ચેનલ ઉપર ખૂબ શેર કરવામાં આવેલો છે અને લોકો આ વિદેશી યુવતીના ઘણા વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!