Gujarat

યુવતિ સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર ભુવાએ પોતાનો વિડીયો જાહેર કરી કહી એવી વાત કે સંભાળશો તો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જે રીતે મહિલાઓ સાથે અત્યાચાર ના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે મહિલા ની સુરક્ષા અને તેમના માન સન્માન અંગે વિચારણા કરવી જરૂરી બની છે પહેલા જે રીતે હત્યા ના બનાવો સામે આવ્યા જે બાદ હવે એક ભુવા ની કરામતના કારણે લોકોમાં ચર્ચા નો માહોલ છે.

કે જ્યાં એક ભુવો મહિલા ની આસ્થા નો ખોટો ફાયદો ઉઠાવતો અને મહિલા સાથે સતત 10 મહિના સુધી દુષ્કર્મ કરવાનો અને મહિલા ને ગર્ભવતી બનાવવાના આરોપ મહિલાએ આ ભુવા પર લગાવ્યો હતો સૌ પ્રથમ આપણે આ આખી ઘટના અંગે માહિતી મેળવીએ.

આ બનાવ રાજકોટ નો છે કે જ્યાં એક મહિલા રાજકોટ પોલીસ સ્ટેસન પહોચી અને ઝેરી દવાપી ને આત્મ હત્યા કરવા નો પ્રયત્ન કર્યો પરંતુ સમય રહેતા જ પોલીસ દ્વારા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી કે જ્યાં મહિલા ને બચાવી લેવામાં આવી પરંતુ આ સમયે મહિલાએ આત્મ હત્યા કરવા પાછળ નું જે કારણ જણાવ્યું તેના કારણે સૌ કોઈ ચોકીં ગયા.

જણાવી દઈએ કે મહિલાએ જણાવ્યું કે જુનાગઢ નો એક ભૂવો કે જેનું નામ સુરજ સોલંકી છે તે ભુવો ૧૦ મહિનાથી તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો જેના કારણે મહિલા ગર્ભવતી પણ થઇ હતી જે બાદ આ ભુવાએ તેને ગર્ભપાત પણ કરાવ્યું હતું. અને તેને દવા આપીને મહિલા ને છોડી ને ફરાર થઈ ગયો હતો.

જણાવી દઈએ કે આ મહિલા પોતાના અંગત કર્યો ને લઈને ભુવા પાસે કંઇક જોવડાવવા ગઈ હતા ત્યારે ભુવાએ તેને પોતાનો નંબર આપ્યો. જે બાદ લગ્નનું વચન આપી તેની સાથે શારીરિક શોષણ કર્યું અને મહિલા ને ગર્ભવતી થ્યા પછિ દવા આપી ભાગી ગયો જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આ ભુવો સોશ્યલ મીડિયા પર ઘણો ફેમસ હતો. પરંતુ તેના આવા કળા ક્રુત્યો બહાર આવતા હવે સૂરજ ભૂવા સામે પોલીસ ફરિયાદ નોધાતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પરંતુ ફરિયાદ નોંધાતા આ ભુવો પોતાના જૂનાગઢના નિવાસસ્થાનેથી ફરાર થઇ ગયો છે.

જો કે હવે આ ભુવાએ સોશ્યલ મીડિયા પર પોતાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો છે જેમાં તે ઘટના ને લઈને પોતાનો પક્ષ રાખી રહ્યો છે. ભુવાએ જણાવ્યું કે તેના પર ખોટી ફરીયાદ કરવામા આવી રહી છે. અને ભુવાએ કહ્યું કે તેને આ મહિલા સાથે સાથે સારા સંબંધો હતા આ સંબંધનો તે મહિલા એ ગેર ઉપયોગ કર્યો છે. મને માનસીક રીતે ભાંગી નાખ્યો છે.

ભુવાએ મહિલા પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે મહિલા એ તેની પાસે અનેક વસ્તુ ની માંગણી કરી હતી. જે પૈકી ઘણી માંગણી મેં ( ભુવાએ ) પુરી પણ કરી હતી. પરંતુ હવે મહિલા ની માંગણી પૂરા કરી શકાય તેવી પરિસ્થીતી નહોતી ત્યારે મારાથી આ વસ્તુ શક્ય બને તેમ નથી. ઉપરાંત સુરજ ભુવા એ એવા પણ આરોપ મુક્યા હતા કે મારા પાસે 25 લાખ અને ફ્લેટ ની માંગણી કરવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *