લગ્ન ની લાલચ આપી 10-મહિના સુધી ભુવા એ યુવતી નું કર્યું શારીરિક શોષણ અંતે યુવતી એ ઝેરી દવા પીયને, જાણો વિગતે.
આપણા સમાજમાંથી મહિલાઓ સાથે શારીરિક શોષણના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાંથી સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં એક સૂરજ સોલંકી નામના ભુવાની સંડોવણી સામે આવી છે. વધુ વિગતે વાત કરીએ તો ધારા વિનોદભાઈ નામની એક યુવતી 10 મહિના પહેલા રાજકોટ ખાતે સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભુવા પાસે પોતાના અંગત પ્રશ્નોના નિરાકરણ માટે આવી હતી.
સુરજ ભુવા ની નજર યુવતી ની સુંદરતા ઉપર પડતાં સુરજ ભુવાએ તેનો મોબાઈલ નંબર લઈને યુવતી સાથે વાતો કરવાનું શરૂ કર્યું. સુરજ ભુવાએ યુવતીને લગ્નના ખોટા સપના દેખાડી તેને ભ્રમિત કરવાનું શરૂ કરી દીધું હતું. તેને લગ્નની લાલચ આપી સતત દસ મહિના સુધી તેની સાથે શારીરિક શોષણ કર્યું અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી ને ગર્ભવતી પણ કરી હતી અને ગર્ભપાત પણ કરાવવા મજબૂર કરી હતી.
પરંતુ સૂરજ ભુવા એ યુવતી ને ત્યારબાદ નોંધારી મૂકી દીધી હતી. આથી યુવતી એ આ બાબતથી પરેશાન થઈને તેને કંટાળીને ઝેરી દવા પી લીધી હતી ત્યારબાદ તે રાજકોટ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને તેને સમગ્ર બાબતે જાણ કરી હતી. ત્યારબાદ યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે
સુરજ સોલંકી નામના ભુવા અને અન્ય તેના બે મિત્રો સંજય અને ગુંજન પણ તેને વારંવાર હેરાનગતિ કરતા હતા. યુવતીએ કહ્યું કે તે વાત કરવા માટે અમદાવાદના આશ્રમ રોડ ઉપર ગઈ હતી ત્યારે સુરજ ના મિત્રોએ તેને ગાડીમાં બેસાડી માર માર્યો હતો ત્યારબાદ તેને નીચે ફેંકી દીધી હતી. આમ પોલીસે યુવતીના નિવેદનો લઈને આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!