શું ‘બિપોરજોય’ નું સંકટ ટળી ગયું?? ગુજરાતમાં ક્યારે બેઠશે ચોમાસુ?? અંબાલાલે કરી આ તમામ બાબતને લઈને મોટી આગાહી…જાણો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજન્યની અંદર જો કોઈ વાત વિષે દહેશત ફેલાયેલી હોય તો તે છે બિપોરજોય વાવાઝોડાની. હાલ હવામાન વિભાગ દ્વારા તો જણાવી દેવામાં આવ્યું છે કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ ગતિમાન થશે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે. એવામાં આવી બાબતોને લઈને અંબાલાલે પણ ખુબ ચોંકાવી દેતી આગાહી કરી છે.
અંબાલાલે જણાવ્યું હતું કે ભલે વાવાઝોડું ઓમાન તરફ વળી જાય પરંતુ ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવાની અનેક સંભાવનાઓ રહેલી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડાને લીધે રાજ્યના અનેક વિસ્તારો જેવા કે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેશે, એટલું જ નહીં અંબાલાલે એમ પણ જણાવ્યું હતું કે આવનાર બે દિવસોમાં જ ચોમાસાનું આગમન પણ ગુજરાતમાં થઇ શકે છે.
ચોમાસાની સિઝનને લઈને અંબાલાલે જણાવ્યું હતું કે 18થી 19 જૂનની આસપાસ ગુજરાતની અંદર પ્રોપર ચોમાસુ બેઠી શકે છે, આ વખતની ચોમાસાની સીઝન સારી રહેશે તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ જણાવ્યું છે.બિપોરજોયનું વાવાઝોડાનું સંકટ આમ તો ટળિ ગયું છે પરંતુ ગુજરાત તથા મહારાષ્ટ્રના અનેક એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યા છે.
આવનાવર બે દિવસોમાં મહારાષ્ટ્રં તથા ગુજરાતના અનેક કાંઠાના વિસ્તારોમાં 50થી70કિમીની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, વાવાઝોડાની સંભવિત અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક ભાગો જેવા કે વલસાડ ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર જેવા અનેક શહેરોમાં સંભવિત વરસાદની આગાહી કરવામાં આવી છે.