થોડા દિવસોમાં બોલીવુડના ઘણા બધા દિગ્ગજ કલાકારોના મૃત્યુના સમાચારો સામે આવેલા છે. એવામાં ફરી બોલિવૂડના નિર્માતા અને દિગ્દર્શક રાકેશ કુમારના નિધનના સમાચાર સામે આવતા બોલીવુડ ઇન્ડસ્ટ્રી ને એક મોટો ઝટકો લાગ્યો છે. દિગ્દર્શક અને નિર્માતા રાકેશ કુમાર એક સમયે ખૂબ નામચીન વ્યક્તિ હતા. તેનું બોલીવુડમાં એક અલગ નામ હતું. રાકેશકુમાર અમિતાભ બચ્ચનના ખૂબ જ નજીકના મિત્ર હતા.
રાકેશ કુમાર એ પ્રકાશ મહેરાની ફિલ્મ ઝંજીર માં સહાયક દિગ્દર્શક તરીકેની ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે મિસ્ટર નટવરલાલ, દો ઓર દો પાંચ, yaarana જેવી ફિલ્મો દ્વારા ઓળખ બનાવી હતી. ફિલ્મો ઉપરાંત વાસ્તવિક જીવનમાં રાકેશકુમાર અને અમિતાભ બચ્ચન ખૂબ સારા એવા મિત્રો હતા. રાકેશ કુમારના મૃત્યુના સમાચાર સાંભળીને અમિતાભ બચ્ચન ખૂબ જ ભાંગી પડ્યા હતા અને તેણે તેના અંતિમ સંસ્કારમાં જવાનું પણ ના પાડી દીધી હતી.
અમિતાભ બચ્ચનને પોતાના બ્લોગમાં કહ્યું કે, ના હું તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અટકાઈશ કારણ કે હું રાકેશને તે રીતે જોઈ શકીશ નહીં. તમે મને બધી સારી યાદો આપી છે જે મારા હૃદયમાં કાયમ રહેશે. આમ અમિતાભ બચ્ચને તેના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી ના હતી. પરંતુ રવિવારના રોજ રાકેશ કુમાર ના પરિવાર દ્વારા પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમિતાભ બચ્ચન ના પત્ની જયા બચ્ચન તેના પુત્ર અભિષેક બચ્ચન સાથે પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. જયા બચ્ચનના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ઉદાસીનતા જોવા મળી હતી. આ ઉપરાંત પ્રાર્થના સભામાં સબાના આઝમી અને ઇન્દુ કુમારી સહિત અનેક એવા કલાકારોએ હાજરી આપી હતી. આમ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં રાકેશકુમારની ખોટ કાયમ માટે કલાકારોને વર્તાતી રહેશે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!