બૉલીવુડ સ્ટાર મૌસુમી ચેટર્જી એ કરી તેના 74 મા જન્મદિવસ ની ઉજવણી.

બૉલીવુડ માના ઘણા બધા એક્ટર અને એક્ટ્રેસ પોતાનું ખુબ જ ઊંચું નામ કમાય ચુક્યા છે. ઘણા કલાકારો એવા છે કે તેને બોલોવુડ મા અવવા માટે ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડ્યો છે. બધા કલાકારો ની પોતપોતાની અલગ જ કહાની હોય છે. એવા જ એક બોલોવુડ ના જુના કલાકાર જાણીતા હેરોઇન મૌસમી ચેટર્જી. મૌસુમી ચેટર્જી ને આજના જમાના માં બહુ જ ઓછા લોકો ઓળખતા હશે.

મૌસુમી ચેટર્જી એ બૉલીવુડ મા તેના જમાનાની એક સફળ હીરોઇન હતી તેને કેટલીય હિટ સુપરસ્ટાર ફિલ્મો માં કામ કરેલું છે. તેને ઘણી જ ફિલ્મો માં લીડ રોલ પણ કરેલા છે. મૌસુમી ચેટર્જી એ બૉલીવુડ ના હીરો એવા અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શશિ કપૂર, જિતેન્દ્ર અને સંજીવ કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું હતું. તેણે મંઝીલ, અનુરાગ, રોટી કપડા ઔર મકાન, પ્યાસા સાવન, ઘર એક મંદિર, પ્યાસા સાવન સહિત ઘણી શાનદાર ફિલ્મો કરી છે.

મૌસુમી ચેટર્જી એ માત્ર 16 વર્ષ ની ઉંમરે બંગાળી ફિલ્મ ‘બાલિકા બધુ’થી ડેબ્યૂ કર્યું હતું. અને તેને પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી. મૌસુમી ચેટર્જીએ લગ્ન પછી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મૌસુમી ચેટર્જી હાલ ખાસ ચર્ચા માં જોવા મળે છે કારણ કે મૌસુમી ચેટર્જી એ તાજેતર માં જ તેના 74 મા જન્મદિવસ ની ઉજવણી કરી હતી. મૌસુમી ચેટર્જી ની એક ખાસ વાત દરેક મુવી મા જોવા મળે છે તે વાત એ છે કે તેને ક્યારેય મુવી મા ગ્લિસરીન નો ઉપયોગ કરેલો નથી.

એટલે કે મુવી દરમિયાન એવા કોઈ રડવા ના સીન કરવામાં આવે ત્યારે રડવા માટે ગ્લિસરીન નો ઉપયોગ કરવાંમાં આવતો હોય છે. પણ મૌસુમી ચેટર્જી એ મુવી ના રડવા અને સીન દરમિયાન એકેય વાર તેનો ઉપયોગ કરતા ન હતા તે જયારે આવા સીન કરતા ત્યારે તેને અંદર થી જ રડવાની ફીલિંગ આવી જતી હતી અને તે આવા સીન સહજ રીતે કરી શકતા હતા.

મૌસુમી ચેટર્જી વચ્ચે પણ એક વાર ચર્ચા માં જોવા મળે છે. મૌસુમી ચેટર્જી એ તેના જમાઈ વિરૃદ્ધ એક વાર કેસ કરેલો ચર્ચા માં આવ્યું હતું કારણકે મૌસુમી ચેટર્જી ની દીકરી પાયલ સિંહા ને ડાયાબિટીશ ની બીમારી હોય તેની પુત્રી નું 2019 માં અવસાન થઈ ગયું હતું. બાદ મા મૌસુમી ચેટર્જી તેના જમાઈ પર બેદરકારી ના રિઓપ લગાવ્યા હતા. અને તેણે તેના જમાઈ સામે કેસ દાખલ કર્યો હતો. મૌસુમી ચેટર્જીના જમાઈએ સાસુ પર મોટા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે પાયલના મૃત્યુ બાદ મૌસુમી ચેટર્જી તેને મળવા પણ ન આવી અને ન તો તેણે અંતિમ સંસ્કારમાં હાજરી આપી. માત્ર મૌસુમી ચેટર્જીની બીજી પુત્રી અને તેના પતિએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.