મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના આ મનોરંજન વાળા સમય માં ઘણા કલાકારો એવા હોઈ છે કે જેમને પોતાની પસંદ પ્રમાણે રોલ મેળવવા માટે અમુક પ્રકારના સંઘર્ષ કરવા પડતાં હોઈ છે. કલાકારો પોતાનો પસંદ પ્રમાણે રોલ મેળવવા આવા સંઘર્ષ પણ ઉઠાવે છે. આજે આપણે અહીં એવા જ અમુક કલાકારો અંગે વાત કરવાની છે કે જે ઓન સ્ક્રીન તો ભાઈ બહેન બને છે પરંતુ વાસ્તવિક જીવન માં તેમનો સંબંધ કંઈક અલગ જ છે. તો ચાલો આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
આ યાદીમાં પહેલું નામ ચારુ અસોપા અને નીરજ માલવિયા નું છે. જણાવી દઈએ કે આ બંને કલાકારો ”મેરે આંગને મેં” શો માં ભાઈ અને બહેન તરીકે રોલ ભજવે છે, પરંતુ હકીકત માં આ કલાકારોની સગાઈ થઈ ગઈ હતી. જો કે તે બાદ બંનેના સંબંધો તૂટી ગયા અને બંને અલગ થઈ ગયા છે.
જો વાત આગળ કરીએ તો શિવિન નારંગ અને દિગંગના સૂર્યવંશી કે જેઓ લોકપ્રિય શો વીરની અરદાસ-વીરામાં જોવા મળ્યા હતા. આ શોમા તેઓ ભાઈ બહેનના કિરદારમા જોવા મળ્યા હતા. જો કે હકીકત માં તેઓ એક બીજાને ઘણા લાંબા સમય સુધી ડેટ કરતા હતા. પરંતુ હાલ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
ધારાવાહિક ‘શાથ’માં ભાઈ બહેનની ભૂમિકા માં જોવા મળેલ અમન વર્મા અને વંદના લાલવાણીએ વાસ્તવિક જીવન માં ના વર્ષ 2016 માં લગ્ન કરી લીધા હતા. આ ઉપરાંત યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કલાકાર રોહન મેહરા અને કાંચી સિંહ કે જેઓ આ કાર્યક્રમ માં ભાઈ બહેન બન્યા હતા, જો કે વાસ્તવિક જીવનમા તેઓ એક બીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ હાલમાં તેઓ અલગ થઈ ગયા છે.
આ યાદીમાં આગળનુ નામ શો ‘તુ સૂરજ મેં સાંઝ પિયા જી’માં ભાઈ-બહેનની ભૂમિકા ભજવનાર મયંક શર્મા અને રિયા શર્મા નું છે તેઓ ભલે શોમા ભાઈ બહેન બન્યા હોઈ પરંતુ રિયલ લાઈફમાં એક બીજાના પ્રેમમાં હતા. આ બંને વચ્ચેના પ્રેમની શરૂઆત શૂટિંગ દરમિયાન જ થઈ હતી.
આ ઉપરાંત અભિષેક વર્મા અને અદિતિ ભાટિયા કે જેઓ ‘ યે હૈ મોહબ્બતેં ‘ માં ભાઈ-બહેન બન્યા જ્યારે બંને ખરેખર એક બીજાને ડેટ કરી રહ્યાં હતાં. જ્યારે કિરણ કરમરકર અને રિંકુ ધવન વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની હતા પરંતુ કહાની ઘર ઘર કી ટીવી સિરિયલમાં ભાઈ-બહેનની ભૂમિકા ભજવી ચૂક્યા છે.