એક તરફ બહેન ની ઉઠી ડોલી, અને બહેન ની વિદાય બાદ બીજી તરફ ભાઈ ની ઉઠી અર્થી…

લોકો ના હ્રદય કંપાવી દે તેવી એક એક્સીડેન્ટ ની ઘટના સામે આવી છે. એક ઘર મા બહેન ના લગ્ન હોય અને તે દિવસે તેના નાના ભાઈ નું મૃત્યુ નીપજે છે. ભાઈ ના એવા તે કેવા નસીબ હશે કે બહેન ને વિદાય બાદ પોતે સૌ ને છોડી ને હંમેશ ને માટે ચાલ્યો જાય છે.પટના ના એક ગામ ની હ્રદય દ્રવી ઉઠે તેવી ઘટના છે.

19-એપ્રિલ ના રોજ પટના ના દુલહિંન બજાર ના અરમા ગામમાં માં રહેતા રાજકુમાર ની પુત્રી દીપા રાની ના લગ્ન હતા. લગ્ન ની તૈયારીઓ ખુબ જ જોરશોર મા ચાલી રહી હતી ઘરે બધા મહેમાનો આવેલા હતા. દીપ નો નાનો ભાઈ રિતેશ જેની ઉમર માત્ર 19-વર્ષ ની જ છે તે અને તેનો ભત્રીજો પ્રતીક જેની ઉમર 12-વર્ષ બંને બજાર માં કેરી પલ્લું ની ખરીદી માટે જાય છે.

તે દરમિયાન રિતેશ અને પ્રતીક ની ગાડી નું ખરમા ભરતપુરાની નજીક એક બોલેરો કાર સાથે જોરદાર ટક્કર થય જાય છે જેમાં રિતેશ ખુબ જ ગંભીર રીતે ઘવાય છે પણ ઘરે બહેન ના લગ્ન હોય તે આ વાત કોઈને ઘરે જાણ થવા દેતો નથી. તે એક જરાક પણ અહેસાસ કોઈ ને થવા નથી દેતો કે પોતે ઘાયલ અવસ્થા માં છે. તે બહેન ન લગ્ન ની બધી જ વિધિ સારી રીતે પુરી કરે છે. લગ્ન ની વિધિ હેમખેમ પુરી કરે છે.

બહેન ના લગ્ન પુરા થતા બહેનને સાસરે વળાવવાનો સમય આવે છે તે દરમિયાન પણ ભાઈ રિતેશ હસતા મોઢે બહેનને વિદાય આપે છે ત્યારબાદ અચાનક જ પોતે જમીન પર ઢળી પડે છે. અને બેભાન અવસ્થા માં ચાલ્યો જાય છે. અને સાથે તેના ઘર ના સભ્યો પણ ચોકી ઉઠે છે બાદ માં તેના પરિવારજનો દ્વારા તેને હોસ્પિટલે લય જતી વેળાએ તેનું રસ્તામાં જ મૃત્યુ થાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.