બુલેટ સવાર ત્રણ મિત્રો ને બોલેરો જીપે અડફેટે લેતા ત્રણેય મિત્રો ફંગોળાયા એક મિત્ર નું ઘટના સ્થળે તડપી તડપી,
રોજબરોજ અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવી જ એક અકસ્માતની ચોકાવનારી ઘટના વડોદરા શહેર થી સામે આવી છે. જેમાં ત્રણ બુલેટ ચાલક મિત્રોને એક બોલેરો જીપે અડફેટે લેતા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના મોતની થઇ ચૂક્યા હતા. જ્યારે અન્ય એક મિત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વધુ વિગતે વાત કરીએ તો વડોદરા ના પાણીગેટ વિસ્તારમાં રહેતો દેવ રજનીશ ભાઈ કહાર 17 વર્ષ, ગૌતમ નંદલાલ કહાર 17 વર્ષ અને દંતેશ્વર સાઈનાથ નગરમાં રહેતો કિશન કાળુભાઈ વણઝારા 18 વર્ષ.
મંજુસર જીઆઇડીસી થી બુલેટ ઉપર વડોદરા આવી રહ્યા હતા. આ સમયે સાવલી તાલુકાના આસોજ ગામના પાટીયા પાસે એક બોલેરો જીપ રોંગ સાઈડમાં આવી રહી હતી અને બોલેરો જીપે બુલેટ સવાર ત્રણે મિત્રોને અડફેટે લેતા ત્રણેય મિત્રો હવામાં ફંગોળાઈ ગયા હતા. જેમાં કિસાન વણઝારા નું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ગૌતમ કાહારનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દેવ કહારને બંને પગમાં અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વડોદરા ની માંજલપુર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનામાં ઇજા ગ્રસ્ત દેવ ના પિતા રજનીશભાઈ કહારે જણાવ્યું હતું કે તેનો પુત્ર ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને તે લોકો પાણીગેટ વિસ્તારમાં રહે છે. જાણવા મળ્યું કે દંતેશ્વર સાઈનાથ નગરમાં રહેતો કિશન વણઝારા કે જે મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરે છે તેની મોટરસાયકલને પંચર થઈ જતા તેના મિત્રો ગૌતમ કહાર ને મદદ માટે બોલાવ્યો હતો. આથી ગૌતમ કહાર અને તેનો મિત્ર દેવ કહાર મંજુસર ગયા હતા.
આ દરમિયાન ત્રણેય મિત્રો બુલેટ ઉપર પરત ફરી રહ્યા હતા જે સમયે એક બોલેરો જીપ તેની સામેથી રોંગ સાઈડ માંથી આવી અને આ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બોલેરો જીપ ચાલક સામે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આખી ઘટના બનતા પરિવારના સભ્યોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને રસ્તામાં પણ ભારે ટ્રાફિક જામ થવા પામ્યું હતું. આમ આવી ઘટનાઓ બનતા રોજબરોજ લોકો ચોકી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!