Gujarat

કચ્છ ની બન્ની ભેસ ની બોલબાલા ! એક ભેસની કીંમત મા લક્ષ્યરીય કાર આવી જાય છતા માલધારી નથી વેંચતા…જાણો કેમ

Spread the love

મિત્રો આ દુનિયામાં લોકો તેમના ઘરે પાલતુ પ્રાણી, અને પશુ રાખવાનું ઘણા લોકો પસંદ કરતા હોઈ છે તેમજ પાલતુ પશુ ધ્વરા તેઓ રોજગારી પણ મેળવતા હોઈ છે. ગાય નું દૂધ વેચીને પૈસા કમાવવા,તેમજ ઘી, છાશ વગેરેનું વેચાણ કરીને પણ લોકો પૈસા મેળવત હોય છે. તેમજ આ લોકો માં વધારે પડતા માલધારી સમાજના લોક વધુ જોવા મળે છે. જેમાં ઘરે ગાય ભેંસ વગેરે જોવા મળતું હોઈ છે. તેવીજ રીતે જો તમને જણાવીએ તો અમુક ભેંસ અને ગાયની કિંમત એટલી બધી હોઈ છે કે જેનાથી તમે એક લક્ઝુરિયસ કાર પણ ખરીદી શકો છો.

તેવીજ રીતે જો તમને જણાવીએ તો છેલ્લા 14 વર્ષથી બન્ની પશુ ઊછેરક માલધારી સંગઠન દ્વારા વાર્ષિક પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ગીર અને કાંકરેજ નસ્લની ગાયો સાથે બન્ની ભેંસ અને ઘોડાઓની વિવિધ સ્પર્ધાઓ યોજાય છે કેચ્છની બન્ની ભેંસ આ બન્ની વિસ્તારની ઓળખ બની ગઈ છે. ભેંસોની અન્ય પ્રજાતિની સરખામણીએ અનેકગણા ગુણો ધરાવતી આ બન્ની ભેંસ દેશભરમાં માલધારીઓની પ્રિય પસંદ બની ગઈ છે લોકો આ પ્રજાતિની ભેંસને ખરીદવા માટે મોં માંગ્યા પૈસા આપી દેતા હોઈ છે. જોકે તો પણ માલધારી સમાજના લોકો કે જેની પાસે આ પ્રજાતિની ભેંસ હોઈ છે તે આવી ભેંસ વેંચતા નથી તેને તેના પરિવારના સભ્ય તરીકે રાખતા હોઈ છે.

તેમજ આ સાથે જો બન્ની ભેંસની ખાસિયતની વાત કરીએ તો આ ભેંસનું આયુષ્ય અન્ય પ્રજાતિની ભેંસ કરતા લાંબુ હોય છે. તો સામાન્યપણે એક ભેંસ દિવસમાં 20 લિટર જેટલું દૂધ આપતી હોય છે. બન્ની વિસ્તારની આબોહવા એવી છે કે અહીં જીવન નિર્વાહ કરવું ખુબ મુશ્કેલ છે. પરંતુ આ ભેંસો બન્નીની 46 ડિગ્રી ગરમી અને સિંગલ ડીજીટ તાપમાન વાળી ઠંડીમાં પણ પૂરતું દૂધ આપે છે. તેમજ તો વળી આ નસલની ભેંસો આવા વિષમ આબોહવામાં કોઈ પણ પ્રકારનું ખોરાક આરોગી લે છે અને ખૂબ નાની ઉંમરે દૂધ આપવાનું શરૂ કરે છે. બન્ની ભેંસ તંદુરસ્તીમાં ખૂબ સ્વસ્થ હોય છે અને અઢી વર્ષની ઉંમરે જ તેનો વજન 500 કિલોગ્રામ કરતા વધી જાય છે

વાત કરીએ તો આ પશુઓનું કચ્છના મેળામાં લે વેંચ પણ થાય છે પરંતુ બન્ની ભેંસના માલિકો રૂ. પાંચ અને છ લાખમાં પણ પોતાની ભેંસો વેંચતા નથી. તેમજ આ મેળામાં વીવિધ સ્પર્ધાઓ પણ યોજાતી હોઈ છે. જેવી કે તંદુરસ્તી હરીફાઈ, દૂધ દોહન, દોડ જેવી અનેક સ્પર્ધાઓ માટે માલધારીઓ કચ્છભરમાંથી અહીં પોતાના પશુઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તો રાજ્યના અનેક જિલ્લાઓમાંથી લોકો ખાસ આ મેળામાં પશુઓ જોવા અને ખરીદવા આવે છે. આમ કચ્છના આ મેળામાં જો કોઈ આકર્ષક પશુ હોઈ તો તે બન્ની ભેંસ છે. તેને ખરીદવા માટે લોકોના ટોળે ટોળા વળી જતા હોઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતનો અવાજ કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *