India

બે મોટા ઉદ્યોગપતિ ના ઘરમાંથી આવકવેરા વિભાગ ને મળી આટલી મોટી રકમ જાણીને તમને પણ….

Spread the love

મિત્રો ધંધો અને વ્યવસાય ના ક્ષેત્રો સાથે દેશના ઘણા લોકો જોડાયેલા છે આ ક્ષેત્રો માંથી ઘણા લોકો પોતાની રોજી રોટી મેળવે છે. વળી આ ક્ષેત્રો દેશના અર્થતંત્ર માં પણ ઘણુંજ મહત્વ ધરાવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિએ પોતાના કમાયેલા નાણાં પર અમુક રકમ સરકાર ને આપવાની હોઈ છે. આવી રકમ ને ટેક્ષ તરીકે ઓળખવામાં આવે છે.

સરકાર ની આવક નું સૌથી મોટું સાધન આવા ટેક્ષ પર રહેલો છે. સરકાર આવા ટેક્ષ નો ઉપયોગ જાહેર જનતા ના વિકાસ પાછળ કરે છે. જે દેશના વિકાસ માં પણ ભાગ ભજવે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોઈ છે કે જેઓ પોતાની વાસ્તવિક આવક જાહેર કરતા નથી અથવા તો ઓછી જાહેર કરે છે.

જેની પાછળ નો હેતુ કર ઓછો કરવાનો હોઈ છે. આપણે તેને કર ચોરી તરીકે ઓળખીએ છીએ આવીજ એક કર ચોરી અંગે નો બનાવ સામે આવ્યો છે કે જેમાં આવકવેરા વિભાગ ને કરોડો રૂપિયાની બેનામી વ્યવહારો અને નાણાં મળ્યા છે તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી લઈએ.

મિત્રો મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગે પંજાબના બે મોટા ઔદ્યોગિક પતિઓ ના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. આ દરોડા ને કારણે આવકવેરા વિભાગ ને રૂપિયા 150 કરોડની હિસાબ વગર ની આવક મળી આવી હતી. આ ઉપરાંત 2.25 કરોડ ની હિસાબ વગર ની રોકડ મળી આવી. જ્યારે બે કરોડની કિંમતનું બિનહિસાબી સોના ને પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ દરોડામા આ ઔદ્યોગિક સમૂહના સભ્યો દ્વારા સ્થાવર મિલકતોમાં રોકાણો પણ બહાર આવ્યું હતું કે જેનો ઉલ્લેખ કયાય કરવામાં આવ્યો ન્ હતો. આ પૈકી એક જૂથ સાયકલનો વ્યવસાય કરે છે.

જો નાણા મંત્રાલય નું માનીએ તો અહીંના પ્રવક્તા એ કહ્યુ છે કે પહેલા સમૂહ પર શોધો અંગે નું ઓપરેશન 21 ઓક્ટોબરે શરૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ સમૂહ સાયકલનો વ્યવસાય કરે છે. આ સમૂહ સંસ્થાઓમાં છેતરપિંડી અને આંતર-જૂથ વ્યવહારો દર્શાવિને વાસ્તવિક આવક બતાવતાં ન હતા તેવુ જણા મળ્યું છે.

આ જૂથ પોતાના વેચાણ અંગેની આવક નો ઘણો જ મોટો ભાગ રોકડમાં મેળવતા અને તેને કારણે ધંધાની આવક ઓછી બતાવતાં હોવાનું જણાયું હતું. આ પ્રક્રિયા માં જપ્ત કરાયેલા દસ્તાવેજો પરથી માલુમ પડે છે કે આ સમૂહ દ્વારા દર વર્ષે અંદાજીત 90 કરોડ રુપિયના બિઝનેસની ગેરરીતિ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં ભંગારના નોંધ વગર ના વેચાણ સાથે સંબંધિત ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જલંધર સ્થિત અન્ય એક સમૂહ કે જે વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન અને અભ્યાસ વિઝા સંબંધિત સેવાઓ પ્રદાન કરવાનુ કાર્ય કરે છે. આ જૂથ ઉપર સર્ચ ઓપરેશન 18 ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન માં જાણવા મળ્યું હતું કે આ સમુહો વિદ્યાર્થી જ્યાં શિક્ષણ મેળવવા માંગે છે તેના આધારે વિદ્યાર્થી દીઠ 10 લાખથી 15 લાખ રૂપિયાનું પેકેજ લેતું હતું.

જો કે છેલ્લા 5 વર્ષમાં આ જૂથની બધી રસીદો મળ્યા. તેના પર થી રૂ. 200 કરોડથી વધુ રોકડ અંગે માલુમ પડ્યું. આ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કર્મચારીઓના બેંક ખાતાનો ઉપયોગ પૈસા મંગાવવા માટે થતો હતો, કે જેને પાછળથી રોકડમાં ઉપાડવામાં આવતા હતા. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આવી રસીદોમાંથી મેળવેલ નફો અંગેની નોંધ ચોપડે ઉપરાંત આવકવેરા રિટર્નમાં કરવામાં આવી ન હતી. આ સમૂહ ના લોકો ને વિદેશી યુનિવર્સિટીઓમાંથી મેળવેલા કમિશનને જ આવકવેરા રિટર્નમાં દર્શાવતા હતા.

આ અભિયાન માં લગભગ 40 કરોડ રૂપિયાની હિસાબ વગર ની આવકો નો ખુલાસો થયો હતો આ સર્ચ અભિયાન અંતર્ગત 20 લાખ રૂપિયાની નોંધ વગર ની રોકડ પણ મળી આવી છે અને 33 લાખ રૂપિયાના હિસાબ વગર ના ઘરેણાંઓ ને પણ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે તમને જણાવી દઈએ કે આ બંને સમુહો ની હજુ પણ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *