આપણા ગુજરાતમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટફાટની, અપહરણની ઘટનાઓ વધતી જાય છે. જાણે કે ખાખી વર્દીનો ડર લોકોના મનમાંથી જતો રહ્યો હોય તે રીતે ગુનાઓ કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ શહેરમાં ગુના તત્વોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેવામાં રાજકોટ શહેરમાંથી એક ચોરીની ઘટના સામે આવે છે. જેમાં બે મહિલાઓની ગેંગ દ્વારા રાજકોટ શહેરમાં આવેલી દુકાનમાંથી પટોળા ની ચોરી કરવામાં આવી હતી.
જેની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આ ઘટનાની વાત કરીએ તો રાજકોટ શહેરના દીવાનપરા રોડ ઉપર જીગ્નેશભાઈ ની સાડી ની દુકાન છે. જાણવા મળ્યું કે જીગ્નેશભાઈ અને તેના પાટનર રૂપેશભાઈ સાડીનો વેપાર કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જીગ્નેશભાઈ આ બાબતે સમગ્ર ઘટનાની વાત કરી હતી. જીગ્નેશભાઈ એ જણાવ્યું કે 6 તારીખના રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી.
તેના મોઢા ઉપર બુકાની બાંધેલી હતી. આ દરમિયાન તે અને તેના પાર્ટનર હિરેનભાઈ તેના ગ્રાહકોને સાડીઓ બતાવતા હતા. એવામાં એક મહિલા નીચે બેઠી હતી અને એક મહિલા ઉભી હતી અને નજર ચૂકવીને આ બંને મહિલાઓએ સાત પટોળા ની ચોરી કરી લીધી હતી. આ ઘટનાની જાણ જીગ્નેશભાઈ ને થતા તેને પોતાની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સાત પટોળા ની કિંમત 60,000 જાણવા મળી હતી.
જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ થવા પામે હતી. બાદમાં જીગ્નેશભાઈએ આ મહિલા ગેંગ નું વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જીગ્નેશભાઈએ જણાવ્યું કે આઠ પટોળા તેમની પાસે હતા. જે પૈકી સાત પટોળા ની ચોરી તે બંને મહિલાઓએ કરી લીધી હતી. આ બાબતે પોલીસ સમગ્ર ઘટનાનો ગુનો નોંધી મહીલાઓ પકડવા તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી અને ઘટનાનો વિડીયો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આમ આવી અનેક ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે.
Rajkot: પાટણના પટોળા ‘ચોરી’ લાવજો, ઊંચા ઘરની દેખાતી મહિલા ટોળકીની જુઓ કરતૂત! #Rajkot #CCTV pic.twitter.com/F467jOekuv
— News18Gujarati (@News18Guj) November 9, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!