Categories
Gujarat

‘તારક મહેતા શો’ની બાવરી ને તમે જોય છે? ખુબજ સુંદર અને બબીતાજીને પણ ટક્કર આપે છે…..જુવો તસ્વીર

નાના પડદાનો સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શો ટીઆરપીની દ્રષ્ટિએ હંમેશા આગળ રહે છે. તારક મહેતા શો છેલ્લા 14 વર્ષથી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે અને આટલા વર્ષો વીતી જવા છતાં પણ આ શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી અને આજે પણ લોકો આ શોને ખૂબ પસંદ કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન ઉદ્યોગનો નંબર વન શો બની ગયો છે અને જીવનના દરેક ક્ષેત્રના લોકો આ શોને ખૂબ જ ઉત્સાહથી જુએ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા મળેલા તમામ કલાકારો તેમના ઉત્કૃષ્ટ અભિનય અને શાનદાર કોમિક સ્ટાઈલથી પ્રેક્ષકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે અને આ તમામ કલાકારોએ આ શોને કારણે આજે અદ્ભુત લોકપ્રિયતા હાંસલ કરી છે. ટીવી એક્ટ્રેસ મોનિકા ભદોરિયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાગાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર ભજવી રહી છે અને આજના આર્ટિકલમાં અમે તમને ટીવી એક્ટ્રેસ મોનિકા ભદોરિયા વિશે કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

તમને જણાવી દઈએ કે બાગાની ગર્લફ્રેન્ડ બાવરી રીલ લાઈફમાં ખૂબ જ સિમ્પલ અને સિમ્પલ લાગે છે પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગે છે અને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર મોનિકા ભદોરિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે. તેની આ તસવીરોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે મોનિકા ભદોરિયા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાના રોલમાં જોવા મળી શકે છે, પરંતુ તેની સુંદરતા અને અભિનયથી મોનિકાએ બધાને દિવાના બનાવી દીધા છે અને તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર દેખાય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાગાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મોનિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તે જ સમયે, આ દિવસોમાં મોનિકા ભદોરિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે, આ તસવીરોમાં મોનિકાને ઓળખવી લોકો માટે મુશ્કેલ બની રહી છે. તમને જણાવી દઈએ કે જે તસવીરો સામે આવી છે તેમાં મોનિકા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે અને તેની લેટેસ્ટ તસવીરો જોયા બાદ દરેક વ્યક્તિ મોનિકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી મોનિકાની તસવીરો જોયા બાદ ઘણા યુઝર્સે તેની બબીતા ​​જી સાથે સરખામણી કરવાનું શરૂ કરી દીધું છે અને લોકોનું કહેવું છે કે મોનિકા ભદોરિયા વાસ્તવિક જીવનમાં બબીતા ​​જી કરતાં લાખો ગણી વધુ સુંદર અને સ્ટાઇલિશ છે.

જણાવી દઈએ કે મોનિકા ભદોરિયા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બહુ ઓછા સમય માટે જોવા મળી હતી, પરંતુ તેના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી મોનિકા બધાનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે અને તે તેના બળ પર આજે લાખો લોકોને આકર્ષવામાં સફળ રહી છે. શ્રેષ્ઠ અભિનય. તે દર્શકોના દિલ પર રાજ કરી રહી છે અને દર્શકો તેને ખૂબ પસંદ કરે છે.

Categories
Gujarat

ગુજરાતના રાજદીપ સિંહ રીબડાનું કાર કલેક્શન જોઈને તમારી પણ આંખો પોહળી થઇ જશે ! એકથી એક જોરદાર કાર…જુઓ તસ્વીર

ગુજરાત મા આમતો ઘણા સ્ટાર અને એક્ટર અને સિંગરો છે જેઓ ઘણુ વૈભવશાળી જીવન જવે છે પરંતુ ઘણી એવી હસ્તીઓ પણ છે જે એક્ટર કે સિંગર ના હોવા છતા તેમની લોક ચાહના એટલી છે કે જેને જોતા જ લોકો ના ટોળે ટોળા વળી જાઈ છે. એવા જ એક ચહેરા ની વાત કરવા મા આવે તો તે છે રાજદીપસિંહ રીબડા….

જો રાજદીપસિંહ રીબડાની વાત કરવા ભાવે તો તેવો રાજકોટના વતની છે અને એક ક્ષત્રિય રાજવી પરીવાર માથી આવે છે. જ્યારે તેમના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

જેનો ગરીબો ને મદદ કરવા માટે હંમાશા આગળ રહેતા હતા અને સમાજ સેવા ને લીધે તેઓ ની લોક ચાહના ખુજ જ છે.

મહિપતસિંહ જાડેજાએ પોતાનો 83 મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો અને ગરીબ બહેનો અને દીકરીઓ ને ઘણી મદદ કરી હતી. જ્યારે આજે તેના પૌત્ર રાજદીપસિંહ રીબડા ની પણ આટલી જ લોક ચાહના જોવા મળે છે જેનુ મુખ્ય કારમ ઉદાર સ્વભાવ અને પોતાની પર્સનાલિટી છે.

રાજદીપસિંહ રીબડાની જો વાત કરવા મા આવે તો તેવો તેવો ના instagram પર લાખો મા ફોલોઅર્સ છે. જ્યારે પોતની લક્ષરીયસ લાઈફ માટે પણ જાણીતા છે.

તેવો નુ કાર નુ કાર નુ કલેક્શન ઘણુ મોટુ છે જેણા BMW , AUDI , MERCEDES જેવી અતી ભવ્ય કારો છે. અને અતિ રોયલ જીવન જીવે છે. અને સાથે પોતે એક બિઝનેસ પણ છે.

Categories
Gujarat

ગાંડી ગીરમાં વસતા માલધારી પરિવારે કંકોત્રીમાં એવી હેતભરી ટકોર લખાવી કે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, જાણૉ શું લખ્યું.

હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કંકોત્રીઓ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ પ્રેરણાત્મક અને પ્રકૃતિના જતનનો સંદેશ આપતી કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કંકોત્રી ફેસબુક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, આ કંકોત્રીમાં લખવામાં આવેલ સંદેશ વાંચીને તમે પણ વખાણ કરશો. કારણ કે લગ્નની કંકોત્રીમાં સૌ કોઈ અલગ પ્રકારના ટહુકા અને સંદેશ લખવામાં આવે છે પરંતુ આ કંકોત્રીમાં તો સૌ આમંત્રિત મહેમાનોને ખાસ કરીને હેતભરી ટકોટ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ કંકોત્રી ગીરના નેહની છે. તમને જણાવી દઈએ કે કાણેક નેસમાં રહેતા બોરસરિયા પરિવારના પુત્ર અને પુત્રીના લગ્ન નેસમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ રાખેલ છે. આપણે જાણીએ છે કે ગાંડી ગીર એ પ્રકૃતિનોનો ખોળો છે, જ્યાં વનરાવનનો રાજા સાવજ નિવાસ કરે છે, આ ગીરના આંગણે જ્યારે લગ્નનો પ્રસંગ યોજાઈ રહ્યો છે, ત્યારે ગીરના જંગલ અને વન્યજીવોને કંઈપણ ખલેલ ન પહોંચે તે માટે આ લગ્નની કંકોત્રીમાં ખાસ એક અપીલ કરવામાં આવી છે, ગીરના જંગલ અને વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે છે.

ખરેખર ગીરના નેસમાં વસતા લોકોની મહેમાનગતિ તો સ્વર્ગથી પણ રળિયામણી લાગે અને તેમનો પ્રેમ અને આવકાર તો અખૂટ દરિયાના તોલે પણ ન આવે. નેસમાં લગ્નનું આમંત્રણ સૌ મહેમાનો આપ્યું પરંતુ સાથોસાથ ગીર અને વન્યજીવોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોચે તેંનું ખાસ ધ્યાન રાખ્યું છે, તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ લગ્ન પ્રદુષણમુક્ત હશે જેથી લગ્નમાં ક્યાંય પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ કે પ્લાસ્ટિકના ગ્લાસ કે પ્લાસ્ટિકના કપ પણ નહીં હોય, બધુ જ સ્ટીલનુ વાસણ હશે. બધા લોકો પાણી ઊંચેથી પીવે એટલે પાણીના લોટા હશે, પણ પ્લાસ્ટિક નહીં હોય. માલધારી પરિવારના આ લગ્ન ખરેખર આજના સમયમાં સૌ માટે એક પ્રેરણા લેવા સમાન છે.

આ લગ્નની કંકોત્રીમાંઆમંત્રિત મહેમાનો હેતભરી ટકોર માં લખ્યું છે કે, ગીર જંગલના વાતાવરણને પ્રદૂષણથી મુકત રાખવા માટે આપને આ હેતભરી ભલામણ કરીએ છીએ. આપ અમારા માનવંતા મહેમાનો છો, છતાં પણ ગીર જંગલના નિયમો અનુસાર. (૧) ગીર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ફેંકશો નહીં. (૨) વન્ય પશુઓને જોવા માટે આગ્રહ રાખશો નહીં. જંગલના રસ્તામાં વાહન ઊભું રાખવું નહીં કે હોર્નનો ઉપયોગ કરવો નહિ. વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારના ખોરાક આપશો નહિ, રંજાડ કરશો નહીં તેમજ ફોટો-વિડિયો લેશો નહી. (૩) લગ્નમાં આવાગમન માટે સવારે સૂર્યોદય થી સાંજે સૂર્યાસ્ત સુધીનો સમય જ પસંદ કરશો. રાત્રે આવાગમન બંધ હોય છે. (૪) પર્યાવરણને શુદ્ધ રાખવા માતૃ સ્વરૂપ ગીર, સિંહ અને નેસની સંસ્કૃતિ સહિત વન્ય સંપત્તિનું રક્ષણ ક૨વું એ આપણી નૈતિક ફરજ છે.

Categories
Gujarat

અંબાલાલ પટેલે ભર ઉનાળે કરી મોટી આગાહી! ગુજરાતમાં આ તારીખે પડશે માવઠું, જાણો કયા અને ક્યારે…

હાલમાં એક તરફ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે અતિ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે ભર ઉનાળે એવી આગાહી કરી છે કે જાણીને તમારું મગજ પણ કામ નહી કરે. ખરેખર વાતાવરણમાં ક્યારેય શું પલટો આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ  અંબાલાલ પટેલે ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે અંબલાલની આગાહી પ્રમાણે ક્યારે વરસાદની આગાહી કરી છે? અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે,  ગુજરાતમાં 7મી એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 9 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે,  તા 12થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે જેથી કરીને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ જ કારણે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલની માવઠાની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી શકે છે તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભર ઉનાળે માવઠું થતાં અંબાના પાક અને અન્ય પાકને નુકસાનના થઈ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

જાણો મેહૂલ બોઘરાનુ મુળ વતન અને પરીવાર મા કોણ કોણ છે ? નાનપણ મા ગંભીર બિમારી થઈ હતી ત્યારે ઈલાજ માટે 500 રુપીઆ પણ નહોતા ત્યારે તેમના માતા એ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મેહુલ બોઘરા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. મેહુલ બોઘરા એક વકીલ એ તો આપણે જાણી લીધું પરંતુ આખરે કઈ રીતે એક ગામડાનો છોકરો સુરતનો એડવોકેટ બન્યો અને જીવનમાં કેવા સંઘર્ષ કર્યા તેના વિશે આપણે જાણીશું. ખરેખર મેહુલ બોઘરા એ સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવાનું શરૂ કરેલ અને આજે તે ગુજરાત ભરમાં લોકપ્રિય બની ગયો અને રાજકીય પાર્ટી તરફથી તેને ઓફરો આવી રહી છે. ચાલો ત્યારે જાણીએ મેહુલ બોઘરાના જીવન વિષે.

મેહુલ છેલ્લાં 2 વર્ષથી હપ્તાખોરી સામે લડી રહ્યા છે અને જ્યારથી તેમના પર હુમલો થયો ત્યારથી તેઓ ચર્ચામાં છે. મેહુલ બોઘરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતાં મેહુલ બોઘરાના પરિવારમાં પત્ની ક્રિષ્નાબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજભાઈ છે. તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે.

તેમનો પરિવાર વર્ષ 2002ની ગામડેથી સુરત રહેવા આવ્યો હતો. તમને જાણીને આશ્ચય થશે કે, તેમના માતા પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. મેહુલને. 2-3 વર્ષની ઉંમર હશે એ વખતે મને ન્યૂમોનિયા થયો હતો. એ ગંભીર બીમારી કહેવાતી હતી. ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી. ત્યારે એ સમયે તેમના પિતા પાસે એ પણ નહોતા. એમણે ગામમાં રખડીને 500 રૂપિયા એકઠાં કરીને મેહુલનો ઈલાજ કરાવ્યો હતો. બસ ત્યારથી મેહુલ પોતાના જીવનના સંઘર્ષ શીખ્યા.

મેહુલ જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોઈને મેહુલને થયું કે આમાં તો બહુ મજા આવે. કંઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું તે જજ બનશે. મેહુલ બોઘરાએ 1થી 4 ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂરો કર્યો હતો.

વિધાતાએ કંઈક બીજું નક્કી કરેલું હતું અને મેહુલ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશના પ્રશ્નો બહુ બધા છે. બેઈમાનો બહુ છે,ભ્રષ્ટાચાર છે, સત્તાના દુરુપયોગ ઘણાં છે. આ તમામની સામે અવાજ ઉઠાવો હોય તો જજ બનીને તો હું આ દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. તમામ બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ રસ્તા પર આવીને ઉઠાવવો પડશે અને આ અવાજ કોર્ટ સુધી પહોંચાડવો પડશે. એટલે પછી નક્કી કર્યું કે હવે વકીલ જ રહેવું છે.

હાલમાં મેહુલ સમાજસેવાની સાથે વકીલાત પણ કરે છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ કેસ ચાલે છે. મેઇન પ્રોસિડિંગ ક્રિમિનલ છે. એમાંથી જ મેહુલનું ઘરનું ગુજરાન ચાલે છે. મેહુલએ સમાજસેવામાં મેં મારા પોતાના ખીસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય પણ આજ સુધી ફંડ-ફાળા ઉઘરાવ્યા નથી. આ સિવાય મોટાભાઇ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનમાં બ્રોકરેજનું કામ કરે છે.’ મેહુલ વકીલાત વર્ષ 2016 થી શરૂ કર્યું અને. સશિયલ મીડિયયા પર લાઇવ કરવાનું 2020થી શરૂ કર્યું છે. પહેલા તેમની લડાઈ લેખિતમાં હતી. જે હાલમાં ઘટના બની એ તેમના જીવનનો સૌથી ખરાબ સમય છે અને આ ઘટના બાદ આખા ગુજરાત 26માંથી એકપણ જિલ્લો બાકી નથી, જ્યાંથી સમર્થન નથી મળ્યું. વકીલો અને જાહેરજનતાએ સપોર્ટ આપ્યો છે, આ ઘટના બાદ મેહુલને

રાજકીય પાર્ટીની ઓફર આવી છે પણ એનાથી તેને કઈ ફરક નથી પડ્યો અને કારણ કે મેહુલનો અત્યારે કોઈ પોલિટિકલ વિચાર નથી. તે જનતા માટે અવાજ ઊઠવું છું, એ જનતા જ તેના રાજકારણનું ભવિષ્ય નક્કી કરશ પરંતુ હાલ કોઈ વિચાર નથી. મેહુલ બોઘરાનું એક જ વિઝન છે. આ દેશમાં જનતા જ્યારે કોઈપણ કામમાટે કોઈપણ સરકરી કચેરીમાં જાય, એનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ.

દરેક જગ્યાએ જે ભ્રષ્ટાચારના સડા છે, એ નીકળી જવા જોઈએ. જે અધિકારીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીઓમાં મનમાની ચલાવે છે. કાયદાથી ઉપર પોતાની જાતને સમજી બેઠા છે અને તાનાશાહી જેવુ વર્તન કરે છે. એમની તાનાશાહી બંધ થવી જોઈએ. મેહુલનું વિઝન એવું છે કે યુવાઓને જાગૃત કરું. કાયદા સમજાવું અને તેને અનુલક્ષીને તમામ ચાલે અને જે કાયદાનું ઉલ્લંઘન કરે છેઃ, એ તમામને બોધપાઠ આપીએ.

Categories
Gujarat

ગુજરાતના ગામડાનો છોરો વિદેશી લાડી લાવ્યો! નેધરલેન્ડથી આવીને યુવકે ગામડા કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ ખાસ તસવીરો

કહેવાય છે ને પ્રેમને કોઈપણ સીમાળા રોકી શકતા નથી. હાલમાં જ એક ખુબ જ સુંદર પ્રેમ કિસ્સો સામે આવ્યો.નેધરલેન્ડની ગેબ્રિએલા અને ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના દલૌતી ગામના હાર્દિક વર્માના લગ્ન થયા. હાર્દિક વર્માનો પરિવાર ગુજરાતના કકોલ ગામમાં ચાર દાયકાથી રહે છે. ચાલો આ અનોખા લગ્ન વિષે જાણીએ.

હાર્દિક સાત વર્ષથી નેધરલેન્ડની બ્રોકસેફ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.કાર્યસ્થળ પર જ કામ કરતી ગેબ્રિએલા સાથે ત્રણ વર્ષ પહેલાપ્રેમ થયો અનેઅઢી વર્ષથી લિવ-ઈન રિલેશનશિપ બાદ ગયા અઠવાડિયે, જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે તેના ગામ પહોંચ્યો ત્યારે તેના પરિવારે તેનું સ્વાગત કર્યું.

આ દરમિયાન લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી અને મંગળવારે રાત્રે બંનેના લગ્ન થયા હતા. બીજા દિવસે, જ્યારે લગ્નના સમાચાર આસપાસના ગામોમાં પહોંચ્યા, ત્યારે લોકો તેમને અભિનંદન આપવા તેમના ઘરે પહોંચવા લાગ્યા.ખરેખર હાલમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે.

વરરાજાનો પરિવાર એટલે કે હાર્દિક વર્મા લગભગ બે દાયકા પહેલાથી ગુજરાતના ગાંધીનગરના કલોલમાં રહે છે. તેમના પિતાનું નામ રાધેલાલ વર્મા અને માતાનું નામ લીલાબેન વર્મા છે. મોટા ભાઈનું નામ નિશાંત વર્મા છે. તેની બે બહેનો પણ છે જેઓ પરિણીત છે.હાલમાં જ્યાં જુઓ ત્યાં માટે આ લગની ચર્ચાઓ થઈ રહી છે, ખાસ વાત છે કે આ લગ્ન પોલીસની સંમતિ થી થયેલ છે.

Categories
Gujarat

આલીશાન મહેલ થી વિષેશ ફાર્મ હાઉસ છે સર રવિન્દ્ર જાડેજા નુ ! જાણો કયા ગામ મા છે અને જુઓ જુઓ ખાસ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમમાં રવિન્દ્ર જાડેજાનું નામ ક્રિકેટ જગતમાં મોખરે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગર, ગુજરાત ખાતે થયો હતોરંતુ રવિન્દ્ર જાડેજા પહેલાથી ક્રિકેટર બનાવા માંગતો હતો. તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઇને ખુબ ડરતો હતો. વર્ષ 2005માં દૂર્ઘટના ઘટી, રવિન્દ્ર જાડેજાની માંનુ નિધન થઇ ગયુ.

આ દૂર્ઘટનાથી રવિન્દ્ર જાડેજાને એટલો બધો આઘાત લાગ્યો કે તેને લગભગ ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હતુ. પરંતુ બાદમાં તેને કૉચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ. બાદમાં પોતાનો જલવો બતાવ્યો હતો. હાલમાં જ તેમના પત્ની જામનગર શહેરના ધારાસભ્ય બન્યા છે.

ખરેખર રવિન્દ્ર જાડેજાનું જીવન ખુબ જ વૈભવશાળી છે. આજે અમે આપને રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસ વિષે જણાવીશું. રવિન્દ્ર જાડેજાનું આલીશાન ઘર તો તમે જોઈ જ લીધું પણ આજે તમે તેમનું ફાર્મ હાઉસને નિહાળશો.રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઈલને કારણે લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે, પછી ભલે તે ક્રિકેટની અંદર રવીન્દ્ર જાડેજા બેટિંગ કરે કે બોલિંગ કરે, પરંતુ તે પોતાના શાહી શોખ અને વૈભવશાળી જીવનના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

લોકો રવિન્દ્ર જાડેજાની સ્ટાઈલ અને રોયલ સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો અનોખો શોખ છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજાના ખેતરના કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.રવિન્દ્ર જાડેજા પાસે ઘોડાઓ છે અને તેમના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. જ્યારે પણ રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે, ત્યારે તે ચોક્કસપણે તેના ફાર્મ હાઉસની મુલાકાત જાય છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણા ઘોડા અને ઘોડી છે.

એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેને બાળપણથી જ ઘોડા અને ઘોડી પ્રત્યે ખૂબ લગાવ છે. રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મુખ્ય ગેટની વાત કરીએ તો તેના પર આરજે એટલે કે રવિન્દ્ર જાડેજા લખેલું હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાની જાજરમાન સ્ટાઈલ અને સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણી કાર છે, તે લક્ઝુરિયસ કારનો શોખીન છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં ગુજરાતના જામનગર શહેરમાં પોતાનું આલીશાન ઘર બનાવ્યું છે.

Categories
Gujarat

કોકિલાબેન અંબાણીના 90માં જન્મદિવસની આ જૂની તસવીરો આવી સામી ! કંઈક આ રીતે કરી હતી ભવ્ય ઉજવણી…જુઓ આ ખાસ તસવીરો

અંબાણી પરિવારના માતા-પિતા કોકિલાબેન અંબાણીએ 24 ફેબ્રુઆરી 2024ના રોજ તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસની ઉજવણી નાથદ્વારામાં કરવામાં આવી હતી, જેમાં તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, બંને પુત્રીઓ, પુત્રવધૂ અને પૌત્રો બધાએ હાજરી આપી હતી. હવે, આ ઉજવણીની કેટલીક આંતરિક ઝલક સામે આવી છે, જે તે ઉજવણીની ખાસ ક્ષણોને કેપ્ચર કરે છે.

તાજેતરમાં, અંબાણી પરિવારના એક ફેન પેજ પર કોકિલાબેન અંબાણીના 90માં જન્મદિવસની કેટલીક આંતરિક ઝલક શેર કરવામાં આવી છે. સામે આવેલી તસવીરોમાં આપણે નીતા અંબાણી જોઈ શકીએ છીએ, જેમણે લાલ રંગની પટોળા સાડી પહેરી હતી અને હંમેશની જેમ સુંદર લાગી રહી હતી. આગળનો ફોટો મુકેશ અંબાણીનો હતો, જેઓ આ સેલિબ્રેશનમાં સફેદ કુર્તા-પાયજામા અને મરૂન જેકેટમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં આપણે નીતાને તેની મોટી વહુ શ્લોકા મહેતા સાથે જોઈ શકીએ છીએ, જે ઓરેન્જ આઉટફિટમાં સારી લાગી રહી હતી.

ચિત્રોની આ શ્રેણીમાં આગળના ફોટામાં, આપણે જોઈ શકીએ છીએ કે જન્મદિવસની છોકરી કોકિલાબેન તેમના પુત્ર મુકેશ, પુત્રી અને પૌત્ર આકાશ સાથે વાત કરે છે. આ સેલિબ્રેશનમાં અનિલ અંબાણી પણ પિંક કુર્તામાં જોવા મળ્યા હતા. એક ફોટામાં અનિલ તેની માતા સાથે બેઠો હોય ત્યારે કેમેરા માટે પોઝ આપતા જોઈ શકાય છે. કોકિલાબેન અંબાણીએ તેમના જન્મદિવસ પર ગુલાબી સાડી પહેરી હતી અને ખૂબ જ સુંદર દેખાતી હતી.

તસવીરો સાથે, ઉજવણીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આપણે નાથદ્વારાની અંદરની ઝલક જોઈ શકીએ છીએ, જે દિલ જીતી લે તેવી હતી. આ સેલિબ્રેશનમાં ટીના અંબાણી પણ જોવા મળી હતી, જે પરંપરાગત સાડીમાં સારી લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણીનો 90મો જન્મદિવસ પરંપરાગત થીમ પર હતો, જે કેસરી અને ખુશીના રંગોથી ભરેલો હતો. વિડિયોમાં, અમે ફૂલોથી શણગારેલું આલીશાન સ્થળ જોઈ શકીએ છીએ, જ્યાં બધું ગુલાબી-લાલ અને સફેદ રંગોમાં સજાવવામાં આવ્યું હતું.

અમે તમને જણાવી દઈએ કે કોકિલાબેનના 90માં જન્મદિવસ માટે, તેમની પુત્રીઓ દીપ્તિ અને નીનાએ અદભૂત ગુલાબી થીમ આધારિત પ્રી-બર્થ ડે બેશનું આયોજન કર્યું હતું. એક ચાહક પૃષ્ઠે આનંદથી ભરપૂર ઉજવણીની ઝલક શેર કરી અને જ્યાં સુધી આંખ જોઈ શકે ત્યાં સુધી બધું રોઝી હતું. અંબાણી ફેન પેજ દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં આપણે કોકિલાબેનને તેમની સુંદર પુત્રીઓ સાથે જોઈ શકીએ છીએ. જોકે, તસવીર જૂની હતી, જેમાં કોકિલાબેન ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળી રહ્યાં હતાં.

Categories
Gujarat

કોણે કીધુ ગામડાં મા રહી કરોડપતિ ના થવાય ? જુનાગઢ નો આ પરિવાર ખેતી આધારિત વસ્તુઓ ઓ બનાવી વર્ષે લાખો રુપીઆ કમાઈ છે જાણો કેવી રીતે

આજના સમયમાં શહેરી જીવન કરતાંય ગામડાનું જીવન વધારે સારું છે. આજમનાં સમયમાં એવા ઘણાય પરિવાર છે, જેઓ શહેરી જીવન છોડીને ગામડામાં સ્થાયી થયા છે. ત્યારે અમે આજે આપણે એક એવા પરિવારની વાત કરીશું જેમને ગામડા આવીને ખેતી કામ કરીને કરોડો રૂપીયાની સંપત્તિ કમાઈ લીધી છે.આ પરિવાર સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જીલ્લાનાં એક ગામમાં રહે છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે પરિવાર ખેતી આધારિત પ્રોડક્ટ બનાવીને દેશ વિદેશમાં મોકલાવી આટલી સફળતા મેળવી.

એક વાત તો સત્ય છે કે, આજના સમયમાં લોકોનો શહેર પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. લોકોની વિચારધારાઓને લીધે ગામડામાં રહીએ તો પ્રગતિ ન થાય પણ આ વાતને ખોટી પાડી છે. જૂનાગઢ જિલ્લાનો એક પરિવાર કે જે કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે. વાત જાણે એમ છે કે, માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરનાર પરષોતમ ભાઈ એ અને આજે તેમનો પરિવાત સંયુક્ત રહે છે અને ખૂબ જ સાદું જીવન જીવે છે.

ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરીને તેમને સાબિત કરી બતાવ્યું કે, યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે. કોઈપણ કાર્ય નાનું કે મોટું નથી હોતું કારણ કે, દરેક કાર્ય આત્મ વિશ્વાસ સાથે અથાગ પરિશ્રમ કરવામાં આવે તો સફળતા મળે છે.

જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદ્ધપરા પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે. ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે અને તેમના બંને દીકરાઓ કંપનીમાં જોડવાને બદલે પિતાની સાથે જ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો.તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસ105 ગીર ગાય છે.

પોતાની પાસે રહેલી 12 એકર જમીન અને ભાડા પેટે રાખેલી બીજી 12 એકર જમીનમાં તેઓ માઇક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે. 105 ગાયો દ્વારા તેઓ લગભગ 250 લિટરથી વધારે દૂધ મેળવે છે. જેમાંથી માખણ, ઘી, પેંડા, માવો જેવી પ્રોડક્ટ બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર આ બધી પ્રોડક્ટની માંગ વિદેશમાં પણ છે. તેઓ અનાજ અને અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ્સ બનાવી વેચાણ કરે છે.ખરેખર આ વાત તો સત્ય છે કે, જો ખેતીનું સંપૂર્ણ જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સમજીને જમીનમાંથી સોનુ ઉત્પન્ન થઇ શકે. ખાસ એક પરિવારમાં સંપ છે અને સૌ એક વિચારધારા પર ચાલીને આ સફળતા મેળવી છે.

Categories
Gujarat

નાના એવા ગામથી શરૂ થયેલ અમૂલ ડેરી આ બે ગુજરાતીઓની ભેટ છે! જાણો કઈ રીતે અમુલ કંપની બની…

આજે આપણે અમૂલ કંપનીની સ્થાપના વિશે જાણીશું કે, કઈ કોણ એ બે મહાન વ્યક્તિ હતા જેમનાં લીધે આજે ભારતને અમૂલ કંપનીની ભેટ મળી. આ વાત છે આઝાદ ભારત પહેલાની જ્યારે વર્ષ ૧૯૪૫ ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂઘ કોન્ટ્રાક્ટરો દ્રારા એકત્ર કરી મુંબઇ દૂધ યોજનામાં મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધનાં ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો.

આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા ૪ જાન્યુઆરી ૧૯૪૬ ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખપદે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ. ત્રિભુવનદાસપટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કર્યો, જેના પરિપાકરૂપે ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપનાની સાથે તારીખ ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ “અમૂલ” નો જન્મ થયો.
હવે તમે વિચારશોકે ત્રિભુવનદાસ કોણ હતા?

અમે આપને જણાવીએ કે, ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં થયો હતો. અમદાવાદમાં ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં અભ્યાસ દરમિયાન ગાંધીજીના પ્રભાવમાં આવ્યા અને આજીવન ગાંધીવાદી રહ્યા. તેમણે સ્વતંત્રતાની લડાઈમાં ઝંપલાવ્યું અને ગાંધીજી સાથે અસહકારની લડત, ગ્રામીણ વિકાસ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવી રાષ્ટ્રીય અને સામાજિક ચળવળોમાં ભાગ લીધો હતો. વર્ષ 1948થી 1983 સુધી ‘હરિજન સેવક સંઘ’ના અધ્યક્ષ રહેલા ત્રિભુવનદાસ પટેલને 1930માં ગાંધીજી સાથે મીઠાના સત્યાગ્રહમાં સામેલ થવા બદલ જેલ થઈ. તેમની જ આદર્શ નિષ્ઠાથી આકર્ષાઈને કુરિયન ‘અમૂલ’માં જોડાયેલ.

ડૉ. કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921ના રોજ કાલિકટ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઇન્ડિયા (હવે કોઝિકોડ, કેરળ)માં એક સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.જ્યારે ડો. કુરિયન 13 મે 1949ના રોજ ભારત પરત ફર્યા ત્યારે સરકાર દ્વારા તેમની નિમણૂક પ્રાયોગિક ક્રીમરી, આણંદ, ગુજરાતમાં કરવામાં આવી હતી. ડો. કુરિયને આ નોકરી અધવચ્ચે જ છોડી દેવાનું મન બનાવી લીધું હતું, પરંતુ ત્રિભુવનદાસ પટેલે તેમને એમ કરતા અટકાવ્યા કારણ કે તેમણે ખેડાના તમામ ખેડૂતોને તેમના દૂધની પ્રક્રિયા કરવા અને વેચવા માટે સહકારી મંડળીમાં ભેગા કર્યા હતા.

ડો.કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો, અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો, અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો. આજે અમૂલ ડેરી વિશ્વ ફલકે પ્રસિદ્ધ થઈ છે.