છોટા પેકેટ બડા ધમાકા ! આ નાના એવા ટેણીયાએ છોટા હાથી ચલાવી લીધું…એ પણ આખું બાળકોથી ભરેલું..જુઓ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા એક એવું મનોરજનનું સાધન બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવતા હોય છે. એવામાં હાલ લોકો દ્વારા અમુક ભાવુક કરી દેતા તો અમુક હસાવી દેનાર અનેક વિડીયો શેર કરવામાં આવતા જ રહે છે પણ હાલ અમે આ લેખના માધ્યમથી જે વિડીયો બતાવાના છીએ તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
આમ તો તમે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો અલગ અલગ પેત્રા અજમાવતા હોય છે જેને તમે જોતા જ હોવ છો. પણ હાલ આ વિડીયો સામે આવ્યો છે તેમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય જોયને અમુકની હસી છુટી જાય છે તો અમુક લોકો રોષે ભરાયા છે કારણ કે અહી ઘણા બધા બાળકોથી ભરેલા વાહનને એક બાળક ચલાવી રહ્યો હતો.
એટલા માટે લોકોનું કેહવું એવું છે કે જો કોઈ પણ ચૂક થઈ હોય તો આ ગાડીમાં સવાર બાળકોને ઘણી ગંભીર ઈજા થઈ શકે છે.વિડીયોમાં જોઈ શકાય છે કે એક છોટા હાથી જેવું વાહન છે જેમાં અમુક બાળકો બેઠેલા છે તો અમુક બાળકો ઉભેલા છે. આ વાહન પર લગભગ ૧૫ જેટલા બાળકો છે, પણ જે છે તે મહત્વનું દ્રશ્ય આગળનું જ છે કારણ કે ઘડીક તો આપણને જોતા એવું લાગશે કે કોઈ વ્યક્તિ આ વાહન ચલાવી રહ્યો હશે.
પણ નાં એવું નથી, આ વાહન એક સાવ નાનો એવો બાળક ચલાવી રહ્યો છે, આ જોઈને સૌ કોઈની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી કારણ કે આવું કરવું એ ખતરાથી ખાલી નથી, આ ગાડી ચલાવી રહેલ બાળકની નાની એવી ભૂલ બધા બાળકોનો જીવ જોખમમાં નાખી શકે તેમ છે. આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ghantaa નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને જોઈને અમુક લોકો બાળકને હેવી ડ્રાઈવર કહ્યો હતો જયારે અમુક લોકો રોસે ભરાયા હતા. જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ૭૦ હજાર જેટલી લાઇક પણ આવી ચુકી છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram