કોમેડી કવિન ભારતીસિંહે પુત્ર ગોલા સાથે વિડીયો શેર કર્યો ગોળમટોળ ગોલા ને જોઈ બધું ભૂલી જશે જુઓ વિડીયો.
ભારતના દરેક ઘરમાં પ્રખ્યાત કોમેડી લેડી એટલે ભારતી સિંહ આખા ભારતમાં કોમેડી ક્વીન ભારતી સિંહના ઘણા બધા ચાહકો છે. ભારતી સિંહે હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા બાદ વર્ષ 2022 ની ત્રીજી એપ્રિલે તેને તેના પુત્ર ને જન્મ આપ્યો હતો. તેના પુત્રને જન્મ આપ્યા બાદ તેને તેના પુત્ર નું નામ લક્ષ લીમ્બાચીયા રાખ્યું હતું પરંતુ ભારતી અને તેના પતિ હર્ષ તેના પુત્રને ગોલા ના નામથી બોલાવે છે.
ભારતી સિંહ ઘણા સમય સુધી તેના પુત્રના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા ન હતા પરંતુ હવે તેના પુત્રના ફોટા અને વિડીયો ખૂબ જ શેર કરતી જોવા મળે છે. થોડા સમય પહેલા જ ભારતી સિંહના પુત્ર ગોલા ના છ મહિના પૂરા થવા બદલ ભારતી સિંહે કેક મંગાવીને શાનદાર રીતે ઉજવણી કરી હતી. તેના ફોટા પણ વાયરલ થઇ રહ્યા હતા.
એવામાં ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય સિંહ તેના પુત્ર ગોલા સાથે મસ્તી કરતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ ભારતી સિંહ તેના પુત્ર સાથે સૂતેલી છે અને તેનો પુત્ર કંઈક બોલવાની કોશિશ કરી રહ્યો છે તો ભારતીય સિંહ કહે છે કે બેટા તું શું બોલે છે? ના તો રડતો પણ નથી અને નાતો હસતો પણ નથી તારે શું કહેવું છે? આમ આ વિડીયો ભારતી સિંહના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
ભારતી સિંહ ના ચાહકોની સંખ્યા પણ લાખોની સંખ્યામાં જોવા મળે છે. ભારતી સિંહના કામની વાત કરવામાં આવે તો હજુ પણ તે તેના કામથી અલગ રહેતી નથી અને પરિવારની સાથે સાથે તેના કામને પણ સંભાળે છે. એટલે કે પ્રોફેશનલ લાઇફ અને પર્સનલ લાઈફ બંનેને એક સાથે મેન્ટઈન કરતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!