આવી રહ્યું છે ચક્રવાત તુફાન અસાની. ખુબજ નુકસાન ની આશંકા.બધીજ સુરક્ષા એજન્સીઓ ને ચેતવણી…..
બંગાળની ખાડી માનું આ અસાની તુફાન હવે ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે.આ તુફાન ઓડિશા, આંધ્રપ્રદેશ, અને પશ્ચિમ બંગાળ ના દરિયા કિનારે અથડાય શકે છે.બંગાળ ની ખાડી અને અંદમાન પાસે બનેલું આ ઓછા દબાવ વાળું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ ની તરફ વધી રહ્યુ છે.વળી ભારતીય મોસમ વિભાગ એ સંકેત આપ્યા છે કે આ ચક્રવાત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ ના કિનારા તરફ ગતિ કરવાની સંભાવના છે.
આ ચક્રવાત 10 મેં ની આસપાસ LANDFALL કરી શકે છે અને સાથે સાથે વેધર જણાવે છે કે આ તુફાન આરકાન કિનારે પણ આવી શકે છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર પીકે જેનાએ માહિતી આપી છે કે IMD દ્વારા જણાવ્યા મુજબ, દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ વિકસિત થયું છે. તે લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. એકવાર તે વિકાસ પામ્યા પછી તેની તીવ્રતાનો અંદાજ લગાવવો સરળ બનશે.
તેમણે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે ઓડિશાના મલકાનગિરીથી મયુરભંજ સુધીના 18 જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતને કારણે, 17 NDRF, 20 ODRAF અને ફાયર સર્વિસ વિભાગની 175 ટીમો જરૂર પડ્યે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
ઓડિશામાં ચક્રવાત આસાની લેન્ડફોલ થવાની સંભાવના છે. આ માટે અહીંનું વાતાવરણ પણ ધીમે ધીમે તે પ્રમાણે બદલાવા લાગ્યું છે. દરિયો ધીમે ધીમે તોફાની બનવા લાગ્યો છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 થી 36 કલાકની વચ્ચે લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. નીચા દબાણનો વિસ્તાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે કારણ કે તે ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધશે.