ભારત માટે સંકટ રશિયા સાથે મિત્રતા ભારે પડી શકેછે અમેરિકા લગાવી શકે કે આવા કડક પ્રતિબંધ જેના કારણે..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ ના દેશોમાં અશાંતિ નો માહોલ છે કારણકે છેલ્લા ઘણા સમયથી આખા વિશ્વ પર યુદ્ધ નો ખતરો હતે જેમાં એક અઠવાડીયા પહેલા આ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે જેના માઠા પરિણામો પણ સામે આવ્યા છે. એક તરફ યુક્રેન તબાહ થઈ ચૂક્યું છે તો બીજી તરફ રશિયા ને પણ આકરા પ્રતિબંધ નો સામનો કરવો પડી રહ્યો છે.

તેવામાં યુક્રેન ને ઉસ્કેરનાર અમેરિકન અને નાટો દેશો યુધ્મા યુક્રેન્ને છોડી ને ભાગી ગ્યા છે અને યુધ્મા યુક્રેન્ને સીધી મદદ કરવાને બદલે અલગ અલગ પ્રતિબંધ દ્વારા રશિયા ને ડરાવ્વાની કોશિશ કરે છે. જે માં તેઓ વિશ્વના અલગ અલગ દેશો નો સાથ માંગે છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડા સમયથી વિશ્વ સ્તર પર ભારત નું પ્રભુત્વ વધ્યું છે.

જેની અસર આ યુધ્મા પણ જોવા મળે છે જેમાં દરેક દેશ ભારત ને પોતાના પક્ષમા લાવવા માટે મહેનત કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં યુક્રેન અને રશિયા ના યુદ્ધથી વિશ્વમાં ચિંતા નો માહોલ છે. આ ગંભીર સમય માં બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનથી પોતાની સેના પાછી બોલાવવી જોઈએ. કારણ કે યુક્રેનમા, ઘણું નુકસાન થયું છે.

જણાવી દઈએ કે હાલમાં UNની આ સભામાં વિશ્વ ના કુલ 181 દેશે ભાગ લીધો હતો. જે પૈકી રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવના સમર્થન માં 141 દેશના વોટ જ્યારે વિરુધ્ધ માં 5 દેશ ના વોટ પડ્યા હતા જ્યારે ભારત સહિત કુલ 35 દેશે કોઈ જવાબ આપ્યો નહોતો. જો કે આપણે સૌ જાણીએ છિએ કે પ્રધાનમંત્રી મોદી ના આવ્યા પછી ભારત અને અમેરિકા ના સંબંધ ઘણા સુધર્યા છે.

અને બંને વચ્ચે પાર્ટનરશિપ પણ વધી છે. તેવામાં અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા નો સંપૂર્ણ વિરોધ કરે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે ભારત અને રશિયા ના પણ ઘણા જૂના અને મજબૂત સંબંધો છે. ભારત ની અનેક મુશ્કેલીઓ માં રશિયા એ ભારત ને મદદ કરી છે અને એક સાચા મિત્ર તરીકે હંમેશા પોતાની મિત્રતા રશિયા એ જાળવી રાખી છે તેવામાં હવે સમય ભારત નો છે કે તે પણ પોતાની મિત્રતા સાબિત કરે.

જો કે સમય ભલે બદલાઈ ગયો છે પરંતુ આજે પણ ભારત અને રશિયા ના સંબંધો અડીખમ છે આ કારણે જ ભારત યુદ્ધ ને લઈને કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યું પરંતુ હવે આ બાબત અમેરિકા ને પસંદ આવતી નથી જણાવી દઈએ કે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પર બેવાર વોટિંગ થયું છે પરંતુ બંને વખત ભારત તટસ્થ રહ્યું છે.

જે ને લઈને અમેરિકાના આસિસ્ટન્ટ સ્ટેટ સેક્રેટરી ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત રશિયાની કાર્યવાહી તરફ સ્પષ્ટ વિચારો વ્યક્ત કરે. અત્યારસુધી ભારતે સંયુક્ત રાષ્ટ્રસભામાં બે વખત વોટિંગથી અંતર જાળવ્યું છે. યુએનમાં ભારત દરેક દેશને યુએન ચાર્ટરનું પાલન કરીને અન્ય દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતતાનું સન્માન કરવા કહે છે. જોકે તે યુએન ચાર્ટર અને યુક્રેનની સંપ્રભુતાના ઉલ્લંઘનના સીધા સંદર્ભમાં છે.

આ ઉપરાંત કમિટિમાં લુએ આર્મ ટ્વિસ્ટિંગનો નમૂનો રજૂ કરીને કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે અત્યારસુધી ઘણી સુરક્ષા ટેક્નોલોજી શેર કરતું આવ્યું છે પરંતુ હવે ભારત અને રશિયાના ઐતિહાસિક સંબંધોને ધ્યાનમાં રાખીને અમારે આગામી સમય માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવો પડશે. લુએ એવું પણ કહ્યું હતું કે આગામી મહિનાઓ અને વર્ષોમાં મોસ્કોથી વેપન સિસ્ટમ ખરીદવામાં ઘણી મુશ્કેલી થવાની છે. મને લાગે છે કે ભારતને પણ આ વિશે ચિંતા થવાની છે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક દેશ માટે પોતાની સુરક્ષા ઘણી જરુરિ છે અને આપણે રક્ષાના 60.ટકા હથિયાર રશિયા પાસે થી ખરીદીએ છિએ. પરંતુ હવે તેના પર્ પણ સંકટ છે. જણાવી દઈએ કે ઓક્ટોબર 2018માં ભારતે રશિયા પાસેથી S-400 મિસાઈલ ખરીદવાનો ડીલ કરી હતી. એ સમયે ટ્રમ્પ સરકારની ચેતવણી પછી પણ ભારતે રશિયા સાથે 5 અબજ ડોલરનો આ કરાર કર્યો હતો. આ ડીલમાં S-400 મિસાઈલનો એક જથ્થો ભારતને મળી પણ ગયો છે.

પરંતુ હવે હવે અમેરિકા દ્વારા રશિયા પર કાટસા પ્રતિબંધ લગાવિ દીધો છે. જણાવી દઈએ કે આ એક કડક અમેરિકન કાયદો છે. એ 2014માં રશિયા દ્વારા ક્રિમિયા પર કબજો અને 2016માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલગીરી કર્યા પછી આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાનો હેતુ રશિયા પાસેથી કોઈ અન્ય દેશ દ્વારા હથિયારોની ખરીદી પર પ્રતિબંધ લગાવવાનો છે.

જેને લઈને હવે રશિયા સાથે થયેલ ભારત ના રક્ષા સોદા પર્ અસર પડી શકે છે જાણાવિ દઈએ કે અમેરિકાના CAATSA કાયદા અંતર્ગત ભારતને પ્રતિબંધોમાં છૂટ આપવી અથવા તેને લાગુ કરવા વિશેનો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડન જ લેશે. જો કે આ કાયદા અંતર્ગત અમેરિકન સરકાર ઈરાન, ઉત્તર કોરિયા અથવા રશિયા સાથેની લેણદેણ કરનાર કોઈપણ દેશ પર કડક પ્રતિબંધો લગાવી શકે છે. જેને લઈને હવે ભારત અને રશિયા વચ્ચે થયેલ S-400 મિસાઈલ સોદો પણ રદ થઈ શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.