ભારત ના પાડોશી દેશ ચીન માંથી 3000 થી 4500 વર્ષ પહેલા નો ખજાનો મળી આવતા લોકો માં કુતુહલ…જુઓ ફોટા.
ભારત માંથી ઘણા બધા વિસ્તારો એવા છે કે, જ્યાં ખોદકામ કરતા અનેક જૂની પુરાણી વસ્તુઓ મળી આવે છે. ભારત સિવાય બીજા અનેક દેશો માં ખોદકામ કરતા અનેક વસ્તુઓ મળી આવતી હોય છે. હાલમાં ભારત ના પાડોશી દેશ ચીન માંથી અનેક પ્રાચીન ખજાના મળી આવ્યા છે. જે જોઈ ને લોકો માં પણ કુતુહલ સર્જાયું છે. અને આજે સમાચારો માં પણ ચર્ચા નો વિષય બન્યો છે.
ચીન માં પુતતત્વવિદો એ એક પ્રાચીન ખજાનો શોધી કાઢ્યો છે. આ ખજાનો ચીન ના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર માંથી મળ્યો છે. જેમાં 13000 કલાકૃતિઓ મળી આવી છે. ચીન ના મીડિયા રિપોર્ટ આનુસાર એક છ બલિદાન વાળા ખાડા ખોદવામાં આવ્યા. આ ખાડાઓ માંથી સોના અને કાંસ્ય થી જડેલ અનેક ખજાના મળી આવ્યા છે. આ ખજાનો એક પ્રાચીન સામ્રાજ્ય નો ભાગ છે. જેનો કોઈ લેખિત ઇતિહાસ જોવા મળતો નથી.
બીજો ખજાનો દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં સેનક્સિંગદુઈ અવશેષો ખંડેર માંથી મળી આવ્યો હતો. સનકિન્ગડુઇ ખંડેર મૂળ રૂપે 1920 ના દાયકાના અંતમાં શોધાયા હતા. તેને 20મી સદીની વિશ્વની સૌથી મોટી પુરાતત્વીય શોધ તરીકે વર્ણવવામાં આવી છે. ખજાનો ત્રણ હજાર વર્ષ જૂનો હોઈ શકે છે. પ્રાંતીય રાજધાની ચેંગડુથી લગભગ 60 કિમી દૂર આવેલા ગુઆંગઆન શહેરમાં ખંડેર 12 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. અને તે આશરે 3000 બધી 4500 વર્ષ પહેલા ના અવશેષો છે.
આ ખંડેર ની આસપાસ થી રાખની ખાઈ, બલિદાન ના ખાડાઓ તેમજ ઢોર ના અવશેષો, સોયાબીન ના અવશેષો, ડુક્કર ના અવશેષો અને સાંસ્કૃતિક વસ્તુઓ મળી આવી છે. અહીં 2020 થી ખોદકામ શરુ છે. આ ખોદકામ માં પુરાત્વ સંસ્થાઓ, પેનકિન્ગ યુનિવર્સીટી, અને અન્ય કેટલીક સંસ્થાઓ આ ખોદકામ માં જોડાયેલી છે. આ ઉપરાંત સંશોધન કરનાર ને અહીં કાચબાના આકાર નુ એક કવચ મળી આવ્યું છે. અને મોટી વેદીઓ પણ મળી આવી છે. માનવામાં આવે છે કે, પહેલા ની સભ્યતાના લોકો અહીં યજ્ઞ કરતા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!