ડેરિંગ દાદી! 55-60 વર્ષ ની દાદી એ 40-ફૂટ ઊંચાઈ એ થી પાણી માં લગાવ્યા ધુબાકા. વિડીયો જોઈ શ્વાસ થંભી જશે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણને દેશ-વિદેશના અનેક વિડિયો જોવા મળી રહેતા હોય છે. આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશના ગામડામાં વસતા લોકો ની દિનચર્યા કંઈક અલગ જ હોય છે. શહેર અને ગામડામાં જમીન આસમાનનો ફર્ક જોવા મળે છે. ગામડામાં વસતા લોકોના અનેક વિડીયો સામે આવતા હોય છે.
કે જેઓ ગામડામાં રહેલા ડેમો નદીમાં રોજબરોજની ક્રિયાઓ કરતા હોય છે. હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. લગભગ 55 થી 60 વર્ષની એક મહિલા 40 ફૂટ ઉપરથી નદીમાં છલાંગ લગાવે છે. વાત કરવામાં આવે તો આ મહિલા તામ્રબરની નદીના પુલ ઉપર પહોંચે છે મહિલાએ સાડી પહેરેલી છે અને મહિલા નદીમાં છલાંગ લગાવવા માટે લગભગ 40 ફૂટ ઊંચાઈ સુધી પહોંચે છે.
ત્યારબાદ મહિલા એવો જબરદસ્ત કૂદકો મારે છે કે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. સાડી પહેરી હોવા છતાં મહિલા પાણીમાં ધુબાકા મારે છે અને નદીમાં નહાવાનો આનંદ ઉઠાવે છે. મહિલાની સાથે અન્ય ઘણી બધી મહિલાઓ નદીમાં નહાતી જોવા મળે છે. આ વીડિયોને આઈએએસ અધિકારી એ શેર કર્યો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો આ મહિલાના વખાણ કરી રહ્યા છે.
Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G
— Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023
કારણ કે આટલી ઉંમર હોવા છતાં પણ મહિલાનું આવું ડેરિંગ જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે તો કેટલાક લોકો આ વિડીયો જોઈને પ્રદૂષણ બાબતે ચિંતા કરી રહ્યા છે. તો કેટલાક લોકોના તો આ વિડીયો જોઈને શ્વાસ થંભી ગયા છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!