ધગશ હોય તો આ દીકરી જેવી કમર થી નીચે નું અંગ ખોટું પડવા છતાં બોર્ડ ની ધોરણ-12 ની પરીક્ષા દેવા શાળા એ, જુઓ ખાસ તસવીરો.
હાલમાં આપણા ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એવામાં વિદ્યાર્થીઓ નો ઉત્સાહ સાતમા આસમાને પહોંચેલો જોવા મળે છે. દરેક વિદ્યાર્થીઓ એ વર્ષ દરમિયાન જે પણ મહેનત કરી તેને આખરી અંજામ સુધી પહોંચાડતા હોય છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા મળી જતા હોય છે કે જેને સેન્ટર પર પહોંચવા ઘણી મુસીબતો નો સામનો કરવો પડે છે.
ભાવનગર ની એક 12-આર્ટ્સ માં અભ્યાસ કરતી ઇશિતા અરુણભાઈ વ્યાસ કે જે હાલ માં પરીક્ષા આપી રહી છે. ઇશિતા ની વાત કરવામાં આવે તો ઇશિતા ને એક બીમારી છે જેના કારણે તેની કમર થી નીચે નું શરીર ખોટું પડી ગયેલ છે. છતાં ઇશિતા હિંમત ના હારી અને પરીક્ષા દેવા માટે શાળા એ પહોંચી હતી.
ઇશિતા વ્યાસ જણાવે છે કે તેને ન્યુઓમાઈટીસ એપ્ટિકા નામની બીમારી થઈ છે. જેમાં કેટલાય દર્દીઓની રિકવરી અશક્ય હોય છે અને કેટલાકની શક્ય હોય છે, ત્યારે મને પણ હજુ સંપૂર્ણ રિકવરી આવી નથી. હજુ રિકવરી આવવામાં સમય લાગશે. તે કહે છે કે તે ગયા વર્ષે પરીક્ષા આપી શકી ન હતી. ઇશિતા ને શાળા એ પહોંચવા એમ્બ્યુલન્સ નો સહારો લેવો પડ્યો હતો.
ઇશિતા વ્યાસ ભાવનગર શહેરના નિર્મળનગરમાં રહે અને નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આમ આ દીકરી નો આત્મવિશ્વાસ જોઈ શાળા ના શિક્ષક અને અન્ય લોકો એ પણ તેને ખુબ જ અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ નો આવો ઉત્સાહ જોઈ અન્ય વિદ્યાર્થીઓ ને પણ પ્રેરણા મળતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!