Gujarat

ડોર ટૂ ડોર કાચરો લેવા આવતી ગાડીએ લીધો 5 વર્ષના માસૂમનો જીવ કરી એવી ભુલકે બાળકનો જીવ ગયો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમા દેશમાં ઘણા એવા અકસ્માત સર્જાય છે કે જેના કારણે વ્યક્તિનો જીવ પણ ચાલ્યો જાય છે. નાની નાની ભૂલ ઘણી વખત મોટા અને માઠા પરિણામો લાવે છે. આવી ઘટના ખરેખર દુઃખદ છે કારણ કે આવા બનાવ માં અનેક લોકો પોતાના સ્વજન ખોઈ બેસે છે.

તેવામાં હાલમાં ફરી એક વખત આવો કરુણ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક વાન ચાલાકની ભૂલ ના કારણે બાળક નો જીવ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારની છે અહીં આવેલ મકરંદ દેસાઇ ફાર્મ પાસેની સોસાયટી કે જેનું નામ સમીમ પાર્ક છે ત્યાં ના 5 વર્ષ ના બાળક ને જીવ ગુમાવ્વો પડ્યો છે.

જણાવી દઈએ કે આ વિસ્તાર માં રોજ ડરો ટુ ડોર કચરો લેવા માટે મહાનગર પાલિકા દ્વારા એક વાન આવે છે. જણાવી દઈએ કે આ ગાડીમાં આગળ પાછળ કચરા ના મોટા કોથળા હોવાને કારણે ગાડી ઓવર લોડ હતી. જેના કારણે ગાડી ને પાછળ લેતા સમય કોઈ પાછળ છે કે નહીં તે જાણી શકાતું નથી.

તેવામાં જ્યારે આ વાન ચાલાક અનિલ ખૂમચંદભાઇ ગરવાલ વાન પાછળ લઇ રહ્યા હતા ત્યારે ગાડી ઓવર લોડ હોવાને કારણે પાછળ રમતા 5 વર્ષના બાળક ને જોઈ શક્યા નહીં. અને તેમણે વાન બાળક પર ચડાવી દીધી જેના કારણે લોકોમાં કકળાટ થઈ ગયો. જે બાદ બાળક ને બચાવવા માટે જ્યારે વાન ચાલાક ગાડી આગળ લીધી તો ફરી બાળક નું માથા પર વાન નું ટાયર ચડી જતા બાળક મૃત્યુ પામ્યો હાલમાં પોલીસે વાન ચાલાક ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *