India

દીપડા ને પકડવા ગયેલ પોલીસ અને રેસ્ક્યુ ટિમ પર દીપડા એ કર્યો હુમલો…….પછી જે થયું તે જોઈ ને….જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો વિડીયો જોઈ ને અચબ્બીત રહી જાય છે. હરિયાણા નો એક વિડીયો વાયરલ થઈ રહેલો છે. જેમાં એક દીપડા ને પોલીસ કર્મી અને વનરક્ષક દીપડા ને પકડવા જાય છે ત્યારે અચાનક જ દીપડો તેના ઉપર હુમલો કરી બેસે છે. વિડીયો જોઈ ને બધા હચમચી જાય છે.

આખી ઘટના હરિયાણા ના ગામના પાણીપત જિલ્લા ના બહરામપુર માં રાત્રી ના સમયે એક દીપડો ઘુસી આવ્યો હતો. દીપડો દેખાતા આખા ગામ માં અફરાતફરી નો માહોલ થઈ ગયો હતો.આખી ઘટના ની જાણ પોલીસ અને વન વિભાગ ને થતા પોલીસ કાફલો અને વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે આવી હતી. આ દરમિયાન રેસ્ક્યુ ટિમ પર દીપડા જાનલેવા હુમલો કર્યો હતો.

આ દરમિયાન દીપડા એ એસ-એચ-ઓ સહીત 3 લોકો પર હુમલો કર્યો હતો. હુમલા માં જગજીતસિંહ, વન્યજીવ અધિકારી પ્રદીપકુમાર અને ડોક્ટર અશોક ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદ માં ગામ લોકો ની સહાય થી અને રેસ્ક્યુ ટિમ ની સહાય થી દીપડા ને ઝડપી પાડવામાં આવ્યો હતો. દીપડા ને ગામના કેટલાક લોકો એ જોયા બાદ આખા ગામને જાણ કરી હતી. ગામ ના લોકો એ પોલીસ ને જાણ કરી અને પોલીસ દ્વારા એસ.પી. શશાંકકુમાર ને જાણ કરવામાં આવી હતી.

અધિકારી જગજીત સિંહ ના કહેવા પ્રમાણે યમુના ના દરિયાકાંઠા ના જંગલોમાંથી બહાર આવ્યો હોવાની શંકા છે. દીપડા ને મોડી રાત્રે 11 વાગે આજુબાજુ પકડવામાં આવ્યો હતો. દીપડા એ પોલીસ અધિકારી અને રેસ્કયુ ટિમ ને ઘાયલ કાર્ય છતાં પણ તે લોકો એ બહાદુરી પૂર્વક દીપડા ને પકડી પાડ્યો હતો. રેસ્કયુ ટિમ દ્વારા ઠેર ઠેર દીપડા ને પુરવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. અને આખરે દીપડો ભારેજહેમત બાદ પાંજરામાં પુરાયો હતો. દીપડો પાંજરા માં પૂરતા ગ્રામજનો ભયમુક્ત થયા હતા. આખી ઘટના નો વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *