બોલીવુડના સુપરસ્ટાર રણવીરસિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ ને બોલીવુડના બેસ્ટ કપલ માં ના એક કપલ માનવામાં આવે છે. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી એવી અફવા ફેલાઈ હતી કે રણવીર સિંહ અને દીપિકા વચ્ચે લગ્નજીવન ખાસ ચાલતું નથી અને બંને એકબીજાથી અલગ થવા જઈ રહ્યા છે. પરંતુ આવી અફવાઓને લઈને રણવીર સિંહ એક ઇન્ટરવ્યૂમાં આનો ખુલાસો પણ કર્યો હતો.
અને બંને વચ્ચે કોઈ મન મોટાવ ન હોવાની વાત પણ કહી હતી. એવામાં રણવીર સિંહ અને દીપિકા બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. આ માટે તેઓ વેકેશન પર ઉપાડ્યા છે. રણવીર સિંહે પોતાના instagram એકાઉન્ટ ઉપર વીડિયો શેર કરીને કેપ્શન માં કયુટી લખેલું જોવા મળે છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ રણવીર સિંહ સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે. તો તેની પત્ની દીપિકા પાદુકોણ સફેદ ટીશર્ટ પહેર્યું છે અને બ્લુ શોર્ટ્સ સાથે સફેદ શનીકર્સ સાથે સનગલાસીસ પહેરીને પોતાના લુક ને પૂર્ણ કરેલ જોવા મળે છે.
આમ ચાહકો કે લોકોની અફવાઓને ધ્યાને ન લેતા બંને એકબીજા સાથે સારો એવો કોવેલેટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે. થોડા સમય પહેલા દીપિકાની તબિયત પણ સારી ન હતી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને હાલમાં તે આરામ પણ કરી રહી હતી. જ્યારે રણવીર સતત ને સતત મુંબઈ બહાર ટ્રાવેલ કરતો જોવા મળતો હતો. એવામાં બંને એકસાથે સમય પસાર કરવાનો નક્કી કરી લીધું હતું.
View this post on Instagram
અને આ માટે તેઓ બહાર પણ ગયેલા છે. તેના બંનેના કામની વાત કરવામાં આવે તો દીપિકા ‘મહાભારત’ પર આધારિત એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત પઠાણ ફિલ્મ માં તે શાહરુખ ખાન સાથે જોવા મળશે. તો રણવીર સિંહની વાત કરવામાં આવે તો તે સર્કસ, તથા રોકી ઓર રાની કી પ્રેમ કહાની મુવીમાં જોવા મળશે.
રણવીર સિંહ અને દીપિકા બંનેનું પ્રેમ કહાની એક મૂવી થી શરૂ થઈ હતી અને ત્યારબાદ તે બંને એક ઘણા સમય સુધી એકબીજા સાથે સમય પસાર કર્યો અને ત્યારબાદ વર્ષ 2018 માં બંને એક લગ્ન કરી લીધા હતા હાલ બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે પસાર થયેલુ છે અને બંને એકબીજાના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!