વિદેશ માં જોવા મળતી ડોલ્ફિન માછલી ના આહલાદક દ્રશ્યો આપણા ઘરઆંગણે ગુજરાત માં જોવા મળ્યા. જુઓ વિડીયો.
વિશ્વ માં જો કોઈ ને સિંહ જોવા હોય તો તે માત્ર ભારત અને આફ્રિકા ના જંગલો માં જ જોવા મળે છે. પરંતુ ભારત બહાર એવા ઘણા દેશો છે કે જ્યાં આવા જંગલી પ્રાણીઓ કે સમુદ્રી જીવો ને જોવા માટે સ્પેસીઅલ શો નું આયોજન કરવામાં આવતું હોય છે. આપણા ગુજરાત ના ઓખા ના દરિયા માંથી એક સુંદર વિડીયો સામે આવ્યો છે. જેમાં ઓખા ના દરિયા માં ડોલ્ફિન માછલીઓ ઉછળ કૂદ કરતી જોવા મળે છે.
ભારત માં જો કોઈ રાજ્ય ને સૌથી વધારે દરિયા કિનારો મળ્યો હોય તો તે છે, ગુજરાત રાજ્ય. આપણા ગુજરાત ને દરિયા કિનારા ના લીધે ઘણો મોટો ફાયદો થયો છે. દરિયા માંથી બહાર ના દેશો સાથે વેપાર માં પણ સરળતા રહે છે. તથા લોકો ના ફરવા માટે નું સારું એવું સ્થળ પણ મળી રહે છે. ગુજરાત માં કરછ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં દરિયા કિનારો ખુબ મોટો જોવા મળે છે.
એવામાં સૌરાષ્ટ્ર ના દ્વારકા અને જામનગર ના સાઈડ ના ઓખા ના દરિયા કિનારા ની વચ્ચે થી ડોલ્ફિન માછલીઓ નો સુંદર આહલાદક વિડીયો સામે આવ્યો છે. બહાર ના દેશો માં લોકો ને ડોલ્ફિન જોવા માટે સ્પેશ્યલ શો નું આયોજન થતું હોય છે. ડોલ્ફિન ઓખા ના દરિયામાં આનંદ કરતી જોવા મળી હતી. ઓખાના દરિયામાંથી બહાર આવીને હવામાં ડાઈવ કરતી ડોલ્ફિન નો સુંદર નજારો લોકો એ જોયો હતો. જુઓ વિડીયો.
ડોલ્ફિન માછલી ની વાત કરી એ તો તે પણ માણસ ની જેમ બુદ્ધિ ધરાવતી હોય છે. ડોફિન માછલી પાણી ની અંદર શ્વાસ લઇ શક્તિ નથી. આ માટે તે શ્વાસ લેવા પાણી ની બહાર આવે છે. આ આહલાદક વિડીયો વાયરલ થતા લોકો પણ આ નજારો જોઈ રહ્યા છે. ઓખા ના દરિયાકિનારે મોટી માત્ર માં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. એવામાં આ સુંદર નજારો માણ્યો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.