અમિતાભ બચ્ચન ના ઘર થી ધર્મેન્દ્ર નું ઘર ચાર ડગલા છે દૂર ! છતાં પણ એકબીજા ને મળતા નથી, કારણ જાણી ચોકી જશે.
સદી ના મહાનાયક ના નામ થી જાણીતા બૉલીવુડ ના અભિનેતા અમિતાભ બચ્ચન અને બૉલીવુડ ના હી મેન ના નામથી જાણીતા એવા સુપરસ્ટાર ધર્મેન્દ્ર બંને બૉલીવુડ માં સુપરસ્ટાર રહી ચૂકેલા છે. અમિતાભ અને ધર્મેન્દ્ર નું નામ બૉલીવુડ માં સફળ અને પોપ્લ્યુલર અભિનેતા ની યાદી માં આવે છે. બને એ પોતાના કેરિયર દરમિયાન એક થી એક ચઢિયાતી મુવી કરેલી છે.
બંને એ એકસાથે ઘણી મુવી માં કામ કરેલું છે. અને તે ફિલ્મો પણ બ્લોક બસ્ટર રહી હતી. બૉલીવુડ ની મશહૂર ફિલ્મ એવી શોલે માં બને કલાકારો એ સુંદર અભિનય કર્યો હતો. આજે પણ શોલે ના પાત્ર જય અને વીરુ ના નામથી લોકો તેને બોલાવે છે. અસલ જીવન માં પણ બને વચ્ચે મિત્રતા ખુબ જ ગાઢ છે. પરંતુ બને કોઈ કોઈ વાર જ ભેગા થાય છે.
એકવાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન બને ધર્મેન્દ્ર અને હેમા માલિની ને ઘણાં વર્ષો પછી એક કાર્યક્રમ માં મળ્યા હતા. આ કાર્યક્રમ માં સદભાગ્યે શોલે ફિલ્મ ના ડાયરેક્ટર રમેશ સિપ્પી પણ હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું કે, ધર્મેન્દ્ર અને હેમા માલિની તેના પડોશી છે. જુહુ માં સ્થિત બંગલા ની પાછળ જ તેમનો બંગલો છે.
અમિતાભ બચ્ચને કહ્યું કે, બને ના ઘર એટલા બધા નજીક છે કે, ધર્મેન્દ્ર ના ઘરે જો જોર થી વાતો કરવામાં આવે તો તેના ઘરે પણ સંભળાય છે. અને ચાર સ્ટેપે તો તેના ઘરે પહોંચી જવાય છે. અમિતાભ કહે છે કે, અફસોસ ની વાત એ છે કે, આટલા નજીક ઘર હોવા છતાં તે બને મળી શકતા નથી. બને એટલા બધા કામ માં વ્યસ્ત હોય છે. અમિતાભ અને ધર્મેન્દ્ર બને વચ્ચે ગાઢ મિત્રતા નો સંબંધ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.