શું ધોની વિના ટીમમા ટક્વુ મુસ્કેલ હતું રૈના માટે ? આ કારણે લીધો સંન્યાસ ? જાણો આખી વાત..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે રમત ગમત આપણા શરીર માટે કેટલી જરૂરી છે તે આપણા શરીર ના શરીરક અને માનસિક વિકાસમાં પણ ઉપયોગી છે. તેવામાં રમત શબ્દ સંભળાતા જ મન માં સૌથી પહેલુ નામ ક્રિકેટ નું આવે છે.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમાં ક્રિકેટ એક રમત કરતા એક ભાવના બની ગઈ છે લોકોને ક્રિકેટ જોવી અને રમવી પસંદ છે જેના કારણે લોકો દ્વારા આપણા ક્રિકેટ ખેલાડીઓ ને ઘણું માન સન્માન આપવામાં આવે છે લોકોને ક્રિકેટર વિશે જાણવું પણ ગમે છે.
જો કે હાલમાં એક ક્રિકેટર ઘણા ચર્ચામાં છે કે જેમનું નામ સુરેશ રૈના છે મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જ્યારે વ્યક્તિ સફળ થઈ જાય ત્યારે તેણે પોતાના દરેક કાર્ય વિચારી ને કરવા જોઈએ કારણકે વ્યક્તિ દ્વારા કરવામા આવેલ કાર્ય લોકોને ઘણું પ્રભાવિત કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે સુરેશ રૈના અને ધોની ઘણા ગાઢ મિત્રો છે તેમની મિત્રતા જગ જાહેર છે.
તેવામાં આપણને જ્ઞાત છે કે થોડા સમય પહેલા જ ધોનિએ ક્રિકેટ માંથી સંન્યાસ લીધો હતો આ બાબત અંગે જાણ થતાં રૈનાએ પણ વાર લગાવ્યા વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સંન્યાસ જાહેર કર્યો હતો જેના કારણે રૈના ટ્રોલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે અમુક લોકોનું માનવું છે કે ક્રિકેટ ક્ષેત્રે સુરેશ રૈનાનું પ્રદર્શન પહેલાથી જ ખરાબ રહ્યું છે જોકે માત્ર ધોનીની મિત્રતાને કારણે રૈના ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવી શક્યા અને તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી આટલી લાંબી ચાલી.
જો કે હવે આ બાબતને લઈને સુરેશ રૈના પણ ચૂપ રહેવાના મૂડમાં નથી જણાવી દઈએ કે સુરેશ રૈના દ્વારા આવી અફવાઓ ફેલાવનાર લોકોને પોતાના પુસ્તક ‘બિલીવ’માં જડબાતોડ જવાબ આપ્યો છે.
જો વાત કરીએ કે સુરેશ રૈનાએ આ કિતાબ માં શું લખ્યું છે તે અંગે તો તેમણે લખ્યું છે કે “એવું કહેવામા આવી રહ્યું છે કે ધોનીના કારણે મને ટીમ ઈન્ડિયામાં તકો મળી. જો કે તમને જણાવી દઉં કે હું મારી ક્ષમતાના આધારે ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો હતો. લોકો અમારી મિત્રતાને મારી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા સાથે જોડે છે તે વાત ઘણી દુઃખદાયક છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે ધોનીમાં એ આવડત હતી કે તે કોઈપણ ખેલાડી પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકે. તેણે મારું શ્રેષ્ઠ પ્રદર્શન પણ બહાર કાઢવામાં મદદ કરી છે. તેણે મારા પર વિશ્વાસ કર્યો. હું મારી રમત દ્વારા ટીમ ઈન્ડિયામાં મારું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહ્યો. મેં મારી રમતથી એમએસ ધોનીનો વિશ્વાસ અને સન્માન મેળવ્યું.