ધ્રોલ- લગ્ન કરવા જઈ રહેલા વરરાજા ની કાર ને નડ્યો અકસ્માત ! કાર ના ઉડી ગયા ફૂરચેફૂરચા..એક વ્યક્તિ નું…
ગુજરાત માંથી અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. ક્યારેક એવા એવા કિસ્સાઓ સામે આવે કે, લોકો કોઈ સારા કામ માટે જતા હોય અને અકસ્માત નો ભોગ બનતા હોય છે. ક્યારેક ખુશી નો માહોલ ગમ માં ફેરવાય જતો હોય છે. એવો જ એક કિસ્સો અકસ્માત નો સામે આવ્યો છે. જેમાં એક વરરાજા પરણવા જતા તેની કાર ને અકસ્માત નડ્યો હતો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, રાજકોટ થી ખીજડીયા ગામે પરણવા જય રહેલા વરરાજા ની કાર રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ધ્રોલ નજીક પહોંચ્યા હતા. ત્યાં કાર અને એક એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વરરાજા ની કાર માં ચાર બાળકો અને ચાર યુવાનો સામેલ હતા. કાર ચાલાક નું આ અકસ્માત માં મૃત્યુ નીપજ્યું હતું.
અન્ય ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે 108 દ્વારા રાજકોટ ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામનાર કાર ચાલાક નું નામ રાજુભાઈ જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ પોલીસે પંચનામા ની કર્યવાહી કરી હતી. પરિવાર જનો ને જણાવ્યું કે, એસ.ટી. ચાલક ની બેદરકારી ને કારણે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર ના આગળ ના ભાગ નો કુરચો બોલી ગયો હતો.
વરરાજા હજુ મંડપ સુધી પહોંચે તે પહેલા જ રસ્તા માં અકસ્માત નડતા પરિવાર જનો માં ભારે દુઃખ ની લાગણી છવાય ગઈ હતી. પરિવારો માં ભારે રોષ ની લાગણી છવાય ગઈ હતી. પોલીસે મૃતક ની લાશ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. લોકો ની બેદરકારી નો ભોગ કોઈ નિર્દોષ વ્યક્તિ જ બનતા હોય છે. ક્યારેક કોઈ ફૂલ સ્પીડે વાહન ચલાવતા હોય છે. અને કેટલાક નિર્દોષ ને અડફેટે લેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!