Entertainment

દીકરાની આ નાની એવી ભૂલને લીધે માતાને એટલો બધો ગુસ્સો આવ્યો કે ભર બજારે પોતાના દીકરાની પીટાઈ કરી દીધી..વિડીયો જોઈ તમે ‘વાહ વાહ’ કરશો

Spread the love

મિત્રો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં અનેક એવા અકસ્માતની ઘટનાઓ બની રહી છે જે ખુબ ભયાનક હોવાની સાથો સાથ જીવલેણ પણ માનવામાં આવતી હોય છે. આવી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા ટ્રાફિક નિયમોને ખુબ કડક કરી દેવામાં આવ્યા છે જેથી લોકો સાવચેતી વર્તે અને પોતે જ પોતાનો જીવ બચાવી શકે. તમે અનેક એવી ઘટનાઓ જોઈ હશે જેમાં કોઈ વ્યક્તિનું અકસ્માતમાં જ હેમરેજ ક્યાં તો બ્રેનડેડ થઇ જતું હોય છે.

તો જયારે અનેક એવી ઘટનાઓ પણ આપણી સામે આવતી જ રહે છે જેમાં કોઈ વ્યક્તિ પોતે હેલ્મેટ પેહરે તો તેનો જીવ પણ બચી જવા પામતો હોય છે, તમને જણાવી દઈએ કે હેલ્મેટ એ આપણા માથાને સુરક્ષા આપે છે જેથી અકસ્માત થાય તો પણ માથાના ભાગમાં એટલી બધી ઇજા થવા પામતી નથી. એવામાં સોશિયલ મીડિયા પર તથા સામાજિક ઝુંબેશો પણ ચલાવામાં આવે છે જેથી લોકો જાગૃત બની જાય, એવામાં હાલના સમયમાં એવો જ એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વચ રોડની અંદર જ એક માતા આવીને પોતાના દીકરાને ઠપકારવા લાગે છે, આવું જોતાની સાથે ત્યાં પોલીસ અધિકારીઓ પણ પોહચી જાય છે અને આ માતાને પૂછવા લાગે છે કે શું થયું જે બાદ માતા પોતાનું રોદ્ર રૂપ ધારણ કરે છે તે ખરેખર જોવાલાયક છે. આ વિડીયો દરેક વાલીઓને એક ખાસ સીખ આપે છે કે દરેક માતા-પિતાને આવી જ રીતે જાગૃત રેહવું જોઈએ જેના લીધે કોઈ જાનહાની થાય તેની પેહલા જ આ ખતરો ટળી જાય.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવકને તેની માતા માર મારવા લાગે છે કારણ કે તેણે હેલ્મેટ નથી પેહર્યું, દીકરાનું હેલ્મેટ ના પહેરવું તેની માતાને એટલું બધું ના ગમ્યું કે તે રસ્તા પર બધાની સામે જ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને ગુસ્સેથી પોતાના દીકરાને મારવા લાગે છે અને ખુબ વધારે ઠપકો આપે છે, આ જોઈને પોલીસ અધિકારીઓ માંડ માંડ મામલો કંટ્રોલ કરે છે. ખરેખર આવી જાગૃતતા દરેક વાલીઓને સેવવી જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *