કોને ખબર હતી કે 19 વર્ષની આ યુવતી મોટી થઇને આટલી ગ્લેમરસ અને હોટ બની જશે ? દિશા પટ્ટનીનો જૂનો વિડીયો થયો વાયરલ…જુઓ વિડીયો
દિશા પટ્ટની વિષે તો હાલ સૌ કોઈ જાણતું જ થયું છે. પોતાની સુંદરતા તથા પોતાના ગ્લેમરસ લુકને લીધે દિશા અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, જો તેના સોશિયલ મીડિયાના ફોલોવર્સ વિશે વાત કરવામાં આવે તો તેના લાખો લોકો ફોલોવર્સ છે. દિશાએ અનેક એવી હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે તેમ જ પોતાની એક્ટિંગનો જાદુ પુરી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર ચલાવ્યો છે.
હજુ થોડા સમય પેહલા જ દિશા પટ્ટની તથા ટાયગર શ્રોફના રિલેશનની અફવાએ સોશિયલ મીડિયા પર ભારે જોર પકડ્યું હતું જે બાદ થી ટૂંક જ સમયની અંદર એવી પણ અફવાઓ ઉડી રહી હતી કે દિશા પટ્ટની તથા ટાયગર શ્રોફનું બ્રેકઅપ થઇ ચૂક્યું છે એટલું જ નહીં દિશા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી અને હજુ જોવા મળે છે. આવી તમામ બાબતોને લઈને દિશા હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ છવાયેલી છે.
એવામાં હાલ દિશા પટ્ટનીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ફક્ત 19 વર્ષની હતી ત્યારે આવી દેખાતી હતી તેવું બતાવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોના હોશ જ ઉડી ગયા હતા, એટલું જ નહીં અનેક યુઝરોએ તો આ વિડીયો જોયા બાદ દિશા પટ્ટનીએ પ્લાસ્ટિક સરઝરી કરાવી હોવાનો દાવો પણ કર્યો હતો. દિશાના ઓડિશનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પોતાના હોટ લુક તથા સુંદરતાને લીધે પ્રખ્યાત દિશા પટ્ટનીના આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે, વિડીયો વાયરલ થતાની સાથે જ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ કમેન્ટ તથા અનેક એવી પ્રતિક્રિયાઓ પણ આપી હતી. જેમાંથી એક યુઝરે જણાવ્યું હતું ‘બોવ જ ખરાબ દેખાતી હતી સર્જરી તથા મેકઅપને ધન્યવાદ.’ જયારે બીજા અનેક યુઝરોએ આ અંગે ખુબ પોઝિટિવ કમેન્ટ પણ કરી હતી.
View this post on Instagram