Entertainment

અમિતાબ બચ્ચન ની બ્લોક બસ્ટર ફિલ્મ ” Don ” ની 45 વર્ષ પહેલાંની ટિકિટ આવી સામે, માત્ર આટલા રૂપિયામાં વેચાતી ટિકિટ…જુઓ

Spread the love

હાલમાં સોશિયલ મીડિયા પર એક ટિકિટ વાયરલ રહી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે વરસો પહેલા સિનેમાની ટિકિટ ખૂબ જ નજીવા દરે મળતી હતી. હાલમાં વર્ષ 1978 માં રિલીઝ થયેલ ફિલ્મની ટિકિટ વાયરલ થઈ છે. આ ફિલ્મની ટિકિટ માત્ર રૂ. 15 છે. ખરેખર આટલા પૈસામાં તો એક પાણીની બોટલ પણ ન આવે તે જમાનાં માં આ ફિલ્મો માત્ર 15 રૂપિયામાં જોવાતી. ચાલો અમે આપને ડોન ફિલ્મ વિશે ટુંકમાં જણાવીએ.

ડોન 1978ની હિન્દી ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. સલીમ-જાવેદ દ્વારા લખાયેલી આ ફિલ્મના નિર્માતા નરીમાન ઈરાની છે અને દિગ્દર્શક ચંદ્ર બારોટ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઝીનત અમાન, ઇફ્તેખાર, પ્રાણ, હેલન, ઓમ શિવપુરી, સત્યેન કપ્પુ અને પિંચુ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. કલ્યાણજી આનંદજીએ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, અને ફિલ્મના ગીતો અંજાન અને ઈન્દીવર દ્વારા લખવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અંડરવર્લ્ડ બોસ ‘ડોન’ અને તેના જેવા ‘વિજય’નો ડબલ રોલ કર્યો હતો. ફિલ્મની વાર્તા બોમ્બેની ઝૂંપડપટ્ટીમાં રહેતા વિજયની આસપાસ ફરે છે, જે યોગાનુયોગ ડોનનો દેખાવ સમાન છે. બોમ્બે પોલીસના ડીસીપી ડી’સિલ્વા વિજયને ડોનની નકલ કરવા કહે છે, જેથી તે પોલીસ બાતમીદાર તરીકે કામ કરી શકે અને ડોનના ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને પણ મદદ કરી શકે. આ ફિલ્મ બોલિવુડની સૌથી યાદગાર જ રહેશે અને ખરેખર આ ફિલ્મ હાલમાં પણ એટલી જ લોકપ્રિય છે વર્ષ ૨૦૦૬માં આ ફિલ્મની સિક્વલ આવી હતી જેમાં શાહરુખને ડોન નું પાત્ર ભજવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *