આ 23 વર્ષીય યુવક ના અંગદાન ના કારણે ત્રણ લોકોને મળશે નવું જીવન જાણો સમગ્ર ઘટના….
મિત્રો હાલનો યુગ ભલે વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય ગણાય છે પરંતુ હાલના સમય માં એવી ઘણી વસ્તુઓ છે જે વિજ્ઞાન ના સમાજ ની બહાર છે જેમાંથી મનુષ્ય શરીર એક છે વિજ્ઞાન એ ભલે ગમ્મે તેટલી પ્રગતિ કરી લીધી હોઈ પરંતુ માનવ શરીર ના અમુક અંગ તે લગભગ ક્યારેય બનાવી શકશે નહીં.
માટે માનવ ના આવા અંગ જ્યારે ખરાબ થઈ છે ત્યારે તેને આવા અંગો માટે અન્ય વ્યક્તિ પર આધરિત રહેવું પડે છે જોકે હાલનું વિજ્ઞાન એક વ્યક્તિ ના શરીર માંથી એક અંગ અન્ય વ્યક્તિના શરીર માં કઈ રીતે લગાવ્વુ તે અંગેની ખોજ કરી ચૂક્યું છે.
આ ધરતી પર સૌથી વધુ જો કોઈ પુણ્યનું કામ હોઈ તો તે માનવ સેવા છે પરંતુ લોકો મને છે કે સેવા અર્થે ઘણા રૂપિયા કે સતા ની જરૂર પડે છે પરંતુ તમને જણાવી દઈએ કે સેવા માટે ફક્ત સેવાકીય મન અને દ્રઢ નિશ્ચય ની જરૂર છે. આપણે અહીં એક એવા યુવાન વિશે વાત કરશું કે જેણે પોતાના અંગો નું દાન કરી જરુરિયાત મંદ લોકો ની સેવા કરી. તો ચાલો સમગ્ર બનાવ વિશે વિગતે માહિતી મેળવીએ.
આ બનાવ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ નો છે. અહીં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના રહેવાસી અજય સિંહ પરમાર કે જેમની ઉંમર 23 વર્ષ છે તેઓ લીમડી નજીક ટ્રક ઉપરથી પડી ગયા હતા જેને કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
આ અકસ્માત બાદ તેમને 15 ઓક્ટોબરના રોજ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમા સારવાર માટે તેઓને લઇ આવ્યા હતા. જ્યાં 17 મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. આ બનાવ અંગે SOTTO ની ટીમ ને જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ પહોચ્યા અને અજય સિંહ ના પરીવાર ને અંગ દાન અંગેના મહત્વ વિશે વાત કરી.
તેમનો પરીવાર અજય સિંહ ના અંગ દાન અંગે માની ગયા અને પોતાની પરવાનગી આપી. ત્યારે બાદ અજયભાઈની બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી હવે તેને ટૂંક સમયમાં અન્ય જરૂરીયાત મંદ દર્દીઓ ને મોકલવામા આવશે.
જો વાત કરીએ આ અંગ દાન વિશે તો લોકોમાં અંગ દાન ને લઇ જાગૃતિ વધી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની SOTTO ની ટીમ દ્વારા છેલ્લા એક મહિનામાં છ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન મળ્યું છે જે તેનું ઉદાહરણ પૂરું પાડે છે. સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન મારફતે 41 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
જો વાત અંગ દાન ના સમય અંગે કરીએ તો જ્યારે દર્દી બ્રેઈનડેડ જાહેર થાય તે પછી તેનું હૃદયને 4 થી 6 કલાક, ફેફસાં 6 થી 8 કલાક, સ્વાદુપિંડ અને લીવરને 8 થી 10 કલાક, કિડનીને 24 કલાક, આંખોને 6 કલાકમાં અને બંને હાથોને 6 કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને એક સપ્તાહમાં અન્ય જરૂરિયાત મંદ દર્દીઓ સુધી પહોંચાડવુ જરૂરી છે.