યમદુત બન્યો ડ્રાઈવર! ફોનમાં વ્યસ્ત યુવતિ પર ચડાવી બસ વિડીયો જોઈને હેરાન થઈ જાસો બેદરકારી ને લીધે યુવતી…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી જે રીતે અકસ્માત ના બનાવો વધી રહ્યા છે તેને જોઈને એવું લાગે છે કે જાણે યમ દૂત રસ્તા પર જ ઉભા છે. અકસ્માત ના કારણે દરરોજ અનેક લોકો અકસ્માત ને ભેટે છે. આપણે જ્યારે પણ ફોન કે છાપુ જોઈએ તયારે લગભગ આવા અકસ્માત ને લઈને અનેક ઘટનાઓ સામે આવે છે.
આવા અકસ્માત વાહન ચાલાક ની ભૂલ કે ગેર સમજ ના કારણે સર્જતા હોઈ છે. હાલમા આવો જ એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં બસ ચાલાક ની બેદરકારી ના કારણે એક માસુમ ને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો છે. આ દુઃખદ અકસ્માત ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સર્જાયો હતો અહીં એક બેદરકાર બસ ડ્રાઇવરે એક યુવતિ પર બસ ચડાવી હતી. હવે જો વાત આ કરુણ અકસ્માત અંગે કરીએ તો જણાવી દઈએ કે આ યુવતિ એસટી સ્ટેન્ડ ના બહારના ભાગમાં ફોન પર વાત કરતી જઈ રહી હતી તેવામાં એક એસટી બસ ચાલક પોતાની બસને લઈને બહાર નીકળે છે. અને સામેથી જઈ રહેલ યુવતી પર બસ ચડાવી દે છે.
આ ઘટના બાદ એસટી સ્ટેન્ડ માં ચકચાર મચી ગયો અને લોકો એકઠા થઈ ગ્યા જ્યારે બસ ડ્રાઈવર અકસ્માત બાદ સુરક્ષિત સ્થળે ચાલ્યો ગયો હાલમાં લોકોમાં બસ ડ્રાઈવર વિરુધ્ધ ગુસ્સો છે જો વાત આ એસટી ડ્રાઈવર અંગે કરીએ તો તેનું નામ જયેશ પરમાર છે જ્યારે વાત આ યુવતિ અંગે કરીએ તો તેનું નામ શિવાની રણજિતસિંહ સોલંકી છે તે સુરતના અમરોલી ખાતે 60, શિવનગરની રહેવાસી હતી.
જણાવી દઈએ કે શિવાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જણાવી દઈએ કે આ અકસ્માત બાદ શિવાની ને સારવાર માટે લઇ જવામાં આવી હતી કે જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત ની જાણ થતાં શિવાની ના માતા પિતા પણ વડોદરા આવ્યા હતા. હાલમાં અકસ્માત ના પગલે એસટી વિભાગ દ્વારા જયેશ ને નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો છે અને તેના વિરુધ સયાજીગંજ પોલીસ સ્ટેસન માં અકસ્માત નો ગુનોહ નોંધીને પકડી પાડવામાં આવ્યો છે