૧૭ વર્ષની ઉમરમાં ૨૭ વર્ષના યુવક સાથે કર્યાં લગ્ન પછી થયા છુટાછેડા,કુટુંબ એ પણ ન દીધો સાથ છતાં પોતાના દમ પર બની DSP, જાણો તેની સફળતાની કહાની.

આપણા દેશ ની ખાસ વાત એ છે કે,અહીં આવી સંઘર્ષમય ગાથાઓ થી ભરેલું છે.બધા ગામ બધા શહેરમાં એવ યુવક-યુવતીઓ છે જે ઘણી મુશ્કેલીનો સામનો કરી ને પણ પોતનો ધ્યેય પ્રાપ્ત કરે છે.હાલના સમયમાં કેહવામાં આવે છે કે મહિલાઓ એ પ્લેન પણ ઉડાડી રહી છે અને અમુક મહિલાઓ ઓ ડોક્ટર પણ છે હવે ઉચ્ચ વ્યવ્સ્થાયિક પદો પર પણ મહત્વની ભૂમિકા ભજવે છે.અઆવી જ કઈક વત્ત છે એક યુવતીની જેનું નામ અનીતા શર્મા છે.અનીતા શર્માના લગ્ન થયા હોવા છતાં તે ગામની બાર આવીને DSP ની પદવી પ્રાપ્ત કરી અને દેશ ની સેવા કરી રહી છે.

એક સમય એવો પણ હતો જયારે અનીતા ખુબ સંઘર્ષમય જીવન જીવી રહી હતી અને તેની પાસે કોઈ રસ્તો પણ ન હતો.૧૭ વર્ષની કુમળી વયમાં તેના લગ્ન ૨૭ વર્ષના યુવક સાથે કરવમાં આવ્યા હતા અને ત્યારબાદ તેને આર્થિક મંદીનો સમનો કરવો પડ્યો હતો.પણ તેણે કઈક કરવાનું જુનુન હતું,તેણે એક ધ્યેય પ્રાપ્ત કરવો હતો,અનીતા એ તેના જીંદગીમાં આગળ વધવાનું વિચાર્યું અને તેના પતિ સાથે છૂટાછેડા લીધા.જો કે,છૂટાછેડા લેવા પાછળનું કારણ તેના પડકારો નહિ પરતું તેના પતિ સાથેના ઉમરનો તફાવત ને પરસ્પર સુમેળ હતો.

કુટુંબીજનો એ રીતિરીવાજો ને ધ્યાનમાં રાખીને કુમળી વયમાં તેણીના લગ્ન કરવી દીધા છતાં અનીતા એ તેનો અભ્યાસ શરુ રાખ્યો.અનીતા અ ગ્રેજુએટ પૂરું કર્યું અને સાથે સાથે સરકારી ભરતી ની તૈયારી પન કરી હતી.ગ્રેજુએટના ત્રીજા વર્ષ દરમિયાન તેના પતિનું એક્સીડેન્ટ થયું આથી તેને અભ્યાસ મથી થોડા સમય માટે બ્રેક લેવો પડ્યો.તેણે એ શરુઆતમાં જ બેન્કની પરીક્ષા પાસ કરી લીધી પણ તે ગ્રેજુએટ ન હોવાથી તેને આ મોકો ગુમાવો પડ્યો.કેહવામાં આવે છે કે જયારે તમે કઈક મનમાં કઈક ધ્યેય પ્રાપ્ત કરવાનું નક્કી કરી નાખો છો તો નસીબ પણ તમારી આડે આવતા નથી.

પતિના એક્સીડેન્ટ બાદ ઘરની જવાબદારી અનીતા એકલી પર આવી ગય તેણે ફ્રેશ કોર્સે કર્યો અને પાર્લરમાં કામ કરતા કરતા ઘરને પણ ચલાવતી સાથો સાથ વનવિભાગ ની પરીક્ષાની તૈયારી પણ કરતી હતી.અનિતાની મેહનત રંગ લાવી, તેણે ૪ કલાક માં ૧૪ કિલોમીટર ચાલીને વન વિભાગની પરીક્ષા પાસ કરી અને તેને પેહલું પોસ્ટીંગ ૨૦૧૩ માં બાળઘાટમાં આપવામાં આવી.પણ અનિતાના એ એટલીં જુનૂની હતી કે તે આ નોકરી મળ્યા બાદ પણ બીજી ઉચ્ચ હોદા વળી નોકરી ની તૈયારીઓ કરતી હતી.તેના નસીબમાં એક સૈનિક નહિ પણ એક સેવા કર્મી બનવાનું લખ્યું હતું.તે એસ.આઈ સાથે મધ્યપ્રદેશ લોક રક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતી હતી.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે કેટલો પણ સંઘર્ષ કર્યાં બાદ પણ અનીતા એ તેની પેહલા જ પ્રયાસમાં લોક રક્ષકદળની પરીક્ષા પાસ કરી અને ૧૭ મો રેન્ક પ્રાપ્ત કર્યો જયારે બધી કેટેગરીમાં ૪૭ મો રેન્ક પ્રાપ્ત કર્યો.કેહવામાં આવે છે કે જેને કઈક પ્રાપ્ત કરવું હોય તે વ્યક્તિ દીવસ ઉભો નથી રેતો.અનીતા એ અહી જ ઉભીના રહી તેણે DSP ની પરીક્ષા માટે તૈયારી શરૂકરી ને ૨૦૧૬ માં તે પરીક્ષાને પણ પાસ કરી લીધી.હાલમાં તે અત્યારે ડી.એસ.પી. ની પદવી પર કાર્યરત છે.અનીતા એક મિસાલ છે બધા તેના પરથી ખબર પડે કે જો આપણે ઘભરાયા વગર આપણા ધ્યેય માટે મનથી મેહનત કરીએ તો આપણને સફળતા જરૂર મળે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *