માવઠા ની પરિસ્થિને લય ને કેસર કેરી ના ભાવ મા ભાવ માં ભડાકો. કેરી ના રસિયાઓ એ કેરી ના સ્વાદ માટે ચૂકવવી પડશે મોટી કિંમત.
હાલમાં ગુજરાત માં ગરમી નો પારો 41-42 ડિગ્રી જેટલો જોવા મળે છે. એવામાં સામાન્ય નાગરિકો ને ગરમી થી થોડી રાહત મળી છે. પણ આ વાદળછાયા વાતાવરણ ને લીધે ખેડૂતો ની ચિંતા માં ખુબ જ વધારો થયો છે. ખેડૂતો ના ઉનાળુ પાક ને લઈને ખેડૂતો ખુબ જ ચિંતામાં માં મુકાયા છે. ઉનાળો આવે એટલે સૌ કોઈને કેરી ની યાદ આવે પણ આ વખતે વાદળછાયું વાતાવરણ ને લીધે કેરી ના ભાવે લોકો ને રોવરાવી દીધા છે. હાલમાં 2 દિવસ વરસાદ ની આગાહિઓ ને લીધે ખેડૂતો ને ઉનાળુ પાકો ની સાથે કેરી ના પાક ની પણ ચિંતા આવી પડી છે કારણ કે કેરી ના ભાવ વરસાદ ના કારણે ખુબ ઊંચા જવાની ભીતિ સેવાય રહી છે.
વરસાદ ની ખાસ અસર અમરેલી જિલ્લામાં રહેલા ખેડૂતો પર સેવાય રહી છે. અમરેલી જિલ્લા ના ધારી તાલુકાની અંદર મર્જર દલખાણીયા સહિતના ગામોની અંદર છેલ્લા બે દિવસથી છૂટા છવાયા કમોસમી વરસાદના છાંટા પણ પડયા હતા. તેને કારણે આંબા ઉપર લટકતી કરીને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. અમરેલી,જૂનાગઢ અને ખાસ ગીરસોમનાથ મા કેસર કેરી નું સૌથી વધુ વાવેતર જોવા મળે છે.બે દિવસ વરસાદ ની આગાહી ને લય ને અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓ ના કેરી નો પાક કરતા ખેડૂતો ની ચિંતા મા વધારો કરી દીધો છે આ બે દિવસ માં અમરેલી જિલ્લાના કેટલાક ગામો માં વરસાદ પડવાને લીધે ખેડૂતો નો પાક અમુક અંશે નાશ થય ગયો છે. ત્યાંના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે દર વર્ષે ખેડૂતો ને આવી રીતે વરસાદ કે વાવાઝોડા નો સામનો કરવો પડતો હોય છે. ગયા વર્ષે ટૌક્તે વાવાઝોડા ને કારણે કેરી ના ભાવ ખુબ જ ઊંચા હતા.
ગયા વર્ષે કેરીના 10-કિલો ના ભાવ અંદાજે 700-રૂપિયા હતા જે આ વખતે 1400-રૂપિયા રહેવાની સંભાવના ઓ જોવા મળે છે.જો આગામી દિવસો માં હજુ પણ વરસાદ પડે તો કેરી ના ભાવ માં આનાથી પણ ઊંચા જવાની સંભાવનો જોવા મળે છે. જેની અસર ખેડૂતો પર જોવા મળે છે અને ભાવ ઊંચા જવાના લીધે લોકો કેરી નો સ્વાદ ખુબ ઊંચા ભાવે પડે તેવી શક્યતાઓ છે.