મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કુદરતે માનવી ને ઘણી અમૂલ્ય તાકાતો આપી છે જેની મદદથી તે પોતાના જીવન ને સારી રીતે જીવી શકે મિત્રો કહેવાય છે કે માનવી એક વાર જો કોઈ લક્ષ્ય નક્કી કરી લે તો પછી તે પોતાના નક્કી કરેલા મુકામ સુધી અવસ્ય પહોંચે છે. અલબત તેણે પોતાના લક્ષ સુધી પહોચ્વા માટે મહેનત તો કરવી જ પડે છે.
મિત્રો કહેવાય છે કે દરેક વ્યક્તિની કરેલ મહેનત તેને સફળતાના મુકામ સુધી જરૂર પહોચાડે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ આધુનિક સમય દીકરીઓને સમય છે. પહેલા ના સમય માં જ્યાં લોકો દિકરીઓ ને મહત્વ આપતા ન હતા. પરંતુ હાલમાં સમય બદલાયો છે. હાલમાં દિકરીઓ દિકરા કરતા પણ આગળ નીકળી ગઈ છે.
ભણતર હોઈ કે નોકરી હોઈ કે પછી વ્યવસાય અથવા પરિવાર ની જવાબદારી તમામ માપદંડો પર દિકરી દિકરા કરતા આગળ છે. આપણે અહીં એક એવી જ દિકરી ની વાત કરવાની છે. કે જે પોતાના સ્વપ્નઓ પૂરા કરવાની સાથો સાથ પોતાના ઘરની જવાબદારી પણ ઘણી સારી રીતે ઉપાડે છે.
મિત્રો આ વાત છે નીતુ શર્મા ની. જણાવી દઈએ કે નીતુ શર્મા રાજસ્થાન ના ભરતપુરના એક ગામ ભંડોર ખુર્દમાં રહે છે. જણાવી દઈએ કે તેની ઉંમર માત્ર 19 વર્ષ જ છે. નીતુ શર્મા ના પિતા બનવારીલાલ શર્મા એક્ મજૂર છે. જણાવી દઈએ કે નીતુ શર્મા ની ઇચ્છા શિક્ષક બનવાની છે. પરંતુ તેમના પિતાની આવક એટલી નથી કે તે નીતુ શર્મા ને આગળ ભણાવી શકે.
જો કે આવા સમયે અન્ય લોકો નિરાશ થઈ ને બેસી જાય છે. પરંતુ નીતુ ના સપના મકક્મ હતા અને તેણે પોતાના સપના પૂરા કરવાનું નક્કી કરી લીધું આ માટે તે દરરોજ સવારના 4 વાગ્યા માં નીકળી પડે છે અને ગામના ખેડૂત પરિવારો પાસેથી દૂધ એકત્ર કરે છે જે બાદ આ આશરે 60 લિટર દૂધ એક ડબ્બામાં ભરીને ગામથી 5 કિમી દૂર શહેરમાં તેની બહેન સાથે વેચવા માટે જાય છે.
જો વાત નીતુ શર્મા ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેના પરિવાર માં 5 બહેનો અને એક ભાઈ છે. જેમાંથી 2 પરિણીત છે. જો વાત તેમના આ દૂધ વહેંચવાના કામ અંગે કરીએ તો સવાર ના 4 વાગ્યા નું શરૂ કરેલ દૂધ વહેંચવાનુ આ કામ લગભગ 10 વાગ્યા સુધી ચાલે છે.
નીતુ શર્મા પરિવારને તો મદદ કરે જ છે પરંતુ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખ્યો છે જણાવી દઈએ કે દૂધ વહેંચવા નું કામ પૂરું થયા પછી તે પોતાના એક સંબંધીના ઘરે પહોંચે છે અને કપડાં બદલીને 2 કલાકના કમ્પ્યુટર ક્લાસ માટે જાય છે. જે બાદ તે 1 વાગે ગામમાં પાછો આવે છે. પછી પોતાના અભ્યાસ માં લાગી જાય છે.
પોતાનો અભ્યાસ કર્યો બાદ ફરી તેઓ પોતાની બહેન સાથે લગભગ 30 લિટર દૂધ સાથે શહેરમાં જાય છે. અને વહેચે છે. નીતુ શર્મા ની આટલી મહેનત જોઇને લુપિન સંસ્થાના સામાજિક કાર્યકર સીતારામ ગુપ્તાએ નીતુ શર્મા અને તેના પરિવારને 15 હજારનો ચેક અને નીતુને અભ્યાસ માટે એક કોમ્પ્યુટર આપ્યો હતો.