Entertainment

શું દયા ભાભી ફરી પ્રેગ્નેન્ટ છે ? જેઠાલાલ અને દયા ભાભી ને એક વિડીયો થયો વાયરલ જેમાં તેઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ના જીવન માં મનોરંજન કેટલું જરૂરી છે. લોકો પોતાના રોજિંદા કામ માંથી જયારે પરેશાન થઇ જાય છે ત્યારે તેઓ મનોરંજન નો સહારો લે છે. તેમાં પણ લોકો મનોરંજન માં કોમેડીને વધુ પસંદ કરે છે. જયારે પણ કોમેડીનું નામ આવે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ એક જ કાર્યક્રમ નું આવે છે તેનું નામ ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” છે. મિત્રો આપણે સૌ આ કાર્યક્રમ અંગે જાણીએ છીએ. આ શો ઘણા વર્ષો થી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે. અને હાલના સમય માં પણ તેના લાખો ચાહકો છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ છેલ્લા લગભગ 13 થી 14 વર્ષ થી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે.

આટલા વર્ષો થયા છતાં પણ લોકોમાં આજે પણ આ શોની ઘણી લોક પ્રિયતા છે. આ શોની ગોકુલ ધામ સોસાયટી આખા જગત માં ઘણી ફેમસ છે. આ શો ના દરેક કલાકારો પણ લોકોમાં ઘણા પસંદ પામેલા છે. જેના કારણે લોકોની ઈચ્છા આ કલાકારો અંગે વધુ જાણવાની હોઈ છે. જો કે હાલ આ શો અંગે સૌથી વધુ જો કોઈ વાત ચર્ચા માં હોઈ તો તે દયા ભાભી અંગે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લ ઘણા સમયથી દયા ભાભી એ આ શો છોડી દીધો છે. જોકે આજે પણ તેમની લોકપ્રિયતા એટલી જ છે જેટલી પહેલા હતા તેવામાં આવે ફેન્સ ની ધીરજ ખૂટે છે અને લોકો જલ્દીથી દયા ભાભી શોમાં પરત આવે તેવી ઇચ્છા વ્યક્ત કરે છે. જો કે આવા સમયે શો ના લીડ જેઠાલાલ અને દયા ભાભી નો એક ડાન્સ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ બંને કલાકારો કોરિયોગ્રાફરની સાથે ડાન્સ સ્ટેપનું રિહર્સલ કરી રહ્યા છે.

જો કે જણાવી દઈએ કે હાલ દયા ભાભી એટલે કે દિશા વકાણી પોતાની બીજી પ્રેગ્નન્સી ને લઈને ઘણી જ ચર્ચામા છે. જણાવી દઈએ કે હાલમાં જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દિશાની બેબી બમ્પ દેખાતો હોઈ તેવું લાગે છે જેના કારણે તેમની બીજી પ્રેગ્નન્સી અંગે અટકળો લાગી રહી છે.

જો વાત તેમની શો માં પરત ફરવા અંગે કરીએ તો જણાવી દઈએ કે અમુક લોકો કહે છે કે દિશાએ આ શો છોડી દીધો છે પરંતુ આ અંગે કોઈ પૂરતી ખાતરી નથી. આ બાબત અંગે નો નિર્ણય દિશા અને તેમના પતિ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *