Gujarat

ભયંકર અકસ્માત! જસદણમાં સ્કુલની વાન અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એક વિધાર્થીનીનું મોત જયારે અકસ્માતમાં ૮ લોકોના…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કાળ જાણે રસ્તા પર લોકોની રાહ જોઇને બેઠો હોઈ તેમ અનેક લોકોને આવા અકસ્માત માં જીવ ગુમાવવા પડે છે. અકસ્માત ને કારણે અનેક પરિવાર તૂટી જતા હોઈ છે. આવા કરુણ અને ગંભીર અકસ્માત એક કે બીજી વ્યક્તિ ની ભૂલ કે ગેર સમજના કારણે સર્જાતો હોઈ છે. આપણે અવાર નવાર અનેક અકસ્માત ને લાગતા બનાવો અંગે માહિતી મળે છે.

તેવામાં ફરી એક વખત ઘણો જ કરુણ અને ભયંકર અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં એક સ્કુલ ની વાન અને એક ગાડી વચ્ચે ભયંકર અકસ્માત ને કારણે એક વિધાર્થી નું મૃત્યુ થયું છે જયારે અકસ્માત એટલો વિકરાળ હતો કે ૮ લોકોને ગંભીર ઈજા પહોચી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત જસદણ આટકોટ પાસે હનુમાન ખારચિયા ગામ પાસે સર્જાયો હતો. અહી જ્યાર એક સ્કુલ ની વાન હનુમાન ખારચિયા ગામથી વીરનગર ગામ તરફ જઈ રહી હતી.

તેવામાં રસ્તામાં ગોંડલ હાઇવે પાસેની ગોળાઈ પાસે આ વાન અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો વિકરાળ હતો કે વાન અને ગાડી બંને ભુક્કા થઇ ગયા હતા અકસ્માત ને કારણે ધોરણ ૫ માં અભ્યાસ કરતી એક વિધાર્થી ની નું મૃત્યુ થયું છે. જયારે અન્ય ૮ લોકો ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

જો વાત અકસ્માત અંગે કરીએ તો અકસ્માત એટલો વિકારળ હતો કે વાન ના ચાલક ને એક કલ્લાક ની મહેનત બાદ જેક ની મદદ થી ભુક્કો થયેલ વાન થી કાઢવામાં આવ્યો હતો. આ સ્કુલ વાન એકલવ્ય શાળા ની હતી જેમાં ચાર વિધાર્થીઓ સવાર હતા જે પૈકી ૫ માં ધોરણ ની વિધાર્થી ની ગૌરી અજય સિંગ નું મૃત્યુ થયું હતું. જો વાત ઈજા ગ્રસ્ત લોકો અંગે કરીએ તો તેમાં વાન ચાલક સંજય ભાઈ ઉપરાંત સોમીરાણા ભરતસિંગ અને હેમાની રાણા, ભોળાભાઈ રામાણી તથા ચંદ્રિકા બેન રામાણી સાથો સાથ દયાબેન અને શિલ્પા બેન રામાની અને યુગ રામાની નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *