સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક મનોરંજન થી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ લોકો જ્યારે યુવાન અવસ્થા માં હોય છે ત્યારે યુવતીઓ અને યુવકો એકબીજા પ્રત્યે પ્રેમ ની લાગણી ધરાવતા હોય છે અને યુવા અવસ્થા એવી અવસ્થા છે કે આ અવસ્થા માં એક બીજા પ્રત્યે પ્રેમ સભર લાગણી હોવી આવશ્યક હોય છે.
પરંતુ માત્ર એવું જ નથી કે યુવા અવસ્થા માં જ એકબીજા પ્રત્યે પ્રેમ ની લાગણી હોય છે 60-70 વર્ષના પતિ પત્ની પણ એકબીજા પ્રત્યે આવી લાગણી ધરાવતા હોય છે અને એકબીજા નો સાથ છોડતા હોતા નથી. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો છે. જેમાં જોઈ શકાય છે કે એક 60 થી 70 વર્ષ ના રમુજી દાદા તેની પત્ની ની સામે ડાન્સ કરીને તેની પત્ની રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક દાદી પોતાના ઘર માં ખુરશી ઉપર બેસેલા છે અને ટીવી નિહાળી રહ્યા છે. તો તેના પતિ એટલે કે દાદા તેની પત્ની ને ખુશ કરવા માટે ફિલ્મી ગીત ઉપર અવનવા સ્ટેપ કરીને ડાન્સ કરી રહ્યા છે. જોતજોતા માં તેની પત્ની ના ચહેરા ઉપર સ્મિત પણ આવી જાય છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર optimistic_chatterbox નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ વીડિયો ને શેર કરવાની સાથે કેપ્શન પણ આપવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે “જો તમે તમારા અંદરના બાળકને જીવંત રાખશો, તો તમારી આસપાસ હંમેશા ખુશીનું વાતાવરણ રહેશે.” આમ આ દાદા-દાદી નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ને આમાંથી ખુબ જ મનોરંજન મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!