આપણા દેશમાં બળાત્કારના કિસ્સાઓ માં વધારો થઈ રહ્યો છે. કેટલાક બળાત્કારના કિસ્સાઓ એવા હોય છે કે જેને સાંભળીને આપણા રુવાટા બેઠા થઈ જતા હોય છે. એવો જ એક પ્રકારનો કેસ વર્ષ 2012 ફેબ્રુઆરી મહિનામાં ૧૯ વર્ષની છોકરી સાથે થયો હતો અને 11 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો તો ચુકાદો શું આપ્યો? પહેલા સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા આપી અને ત્યારબાદ છોડી દેવામાં આવ્યો શા માટે?
તો ચાલો વધુ વિગતે જાણીએ. વર્ષ 2012માં આ ઘટના બની હતી 19 વર્ષની છોકરી ગુડગાંવથી કામ પૂરું કરીને બસમાં ઘરે પરત ફરી રહી હતી. બસમાંથી ઉતર્યા બાદ તે ચાલીને ઘરે જઈ રહી હતી ત્યારે એક લાલ રંગની કાર આવી અને તેમાંથી ત્રણ યુવકો ઉતર્યો અને તે યુવતીને પોતાની કારમાં બેસાડીને લઈ ગયા હતા. ત્યારબાદ આ યુવકોએ કોઈ નિર્જણ સ્થળ ઉપર લઈ જઈને દારૂનો નશો કરીને યુવતીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.
યુવતીના શરીરના દરેક જગ્યાએ મારવાના નિશાન હતા. આરોપીઓની ક્રૂરતા એટલી બધી હદે જોવા મળી હતી કે તેને કારમાંથી લોખંડનો સળીયો અને જેક કાઢીને યુવતીના માથા ઉપર માર્યા હતા. આ ઉપરાંત બદમાશોએ સાયલેન્સર વડે અન્ય સાધનો ગરમ કર્યા અને તે ગરમ કરેલા સાધનો વડે તેના શરીર ઉપર ડાઘા પાડ્યા હતા. યુવતી નો પ્રાઇવેટ પાર્ટ પણ મળી ગયો હતો. આરોપી અને એટલી હદે ક્રૂરતા વધી ગઈ કે આરોપીઓએ બિયરની બોટલ તોડી નાખી અને તેના અમુક ટુકડા યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં પણ ઘુસાડી દીધા હતા.
આ કેસ 11 વર્ષથી ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પોલીસની ઘોર બેદરકારી ના આધારે ગુનેગારોને મુક્ત કરી દીધા હતા. જાણવા મળ્યું હતું કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે છોકરીના ઘરવાળા તેને શોધતા શોધતા પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને ત્યારે પોલીસને બધી વાત કરી હતી ત્યારે પોલીસે પરિવારજનોને એવો જવાબ આપ્યો હતો કે તેમની પાસે શંકાસ્પદ લોકો ને શોધવા માટે કોઈ વાહન નથી અને આખરે સર્વોચ્ચ અદાલતે પોલીસની ઘોર બેદરકારીને પોતાનો નિર્ણયનો આધાર બનાવ્યો અને પોતાના નિર્ણયમાં કહ્યું કે અદાલતો પુરાવાને આધારે નિર્ણય લે છે.
ભાવનાઓમાં વહીને નહીં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોતાના ચુકાદામાં આરોપીઓને તેમના વિચારો વ્યક્ત કરવાની પૂરી તક મળી નથી. આટલી વાત સાંભળતાની સાથે જ ભોગ બનનાર છોકરીના માતા અને પિતા કોર્ટની બહાર રડી પડયા હતા. માતાએ કહ્યું કે અમે હારી ગયા આમાં યુદ્ધ હારી ગયા હું આશા સાથે જીવી રહી હતું મારી જીવવાની ઈચ્છા છે મને લાગ્યું કે મારી દીકરીને ન્યાય મળશે પરંતુ હવે મારી જીવવાની કોઈ ઈચ્છા નથી. આમ આ ચોકાવનારો કિસ્સો સામે આવેલો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!