પ્રખ્યાત બ્લોગર ‘રીતિકા સિંહ’ ને મળ્યું દર્દનાક મોત ! તેના પતિ એ તેને ચોથા માળે થી…
આજકાલ આપણા દેશ માં એકબીજા ની હત્યા કરી નાખવી હવે એક મામૂલી વાત થઇ ચુકી છે. રોજબરોજ હત્યા ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. થોડા સમય પહેલા પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુંસેવાલા ની હત્યા કરવામાં આવી હતી. એવામાં હવે એક બ્લોગર ની હત્યા નો કેસ સામે આવતા પાછી ખળભળાટ મચી જવા પામી છે. રિતિકાસિંહ નામના બ્લોગર ને ચોથા માળે થી ફેંકવામાં આવી હતી.
રિતિકાસિંહ બ્લોગર ને ચોથા માળે થી ફેકતા તેના હાથ-પગ અને માથા ના ભાગે ખુબ ઈજા થઇ હતી. ચોથા માળે થી પડતા તેના હાડકાઓ પણ ભાંગી ચુક્યા હતા. વધુ વિગતે જાણવા મળ્યું કે, રિતિકાસિંહ તેના પતિ ને છોડી ને તેના ફેસબુક ફ્રેન્ડ વિપુલ અગ્રવાલ ની સાથે લીવ ઈન માં રહેતી હતી. આથી તેનો પતિ આ વાત નો બદલો લેવા માંગતો હતો.
આ માટે તેણે તેના સહયોગી સાથે મળી ને પત્ની ની હત્યા કરી નાખી હતી. પોલીસે આ બાબતે તેના પતિ, બે અન્ય મહિલાઓ અને રિતિકા ના ફેસબુક ફ્રેન્ડ ની અટકાયત કરી ને પૂછતાછ શરૂ કરી હતી. રિતિકાસિંહ દોઢ મહિના પહેલા આગરા ના ૐ શ્રી એપાર્ટમેન્ટ માં શિફ્ટ થઇ હતી. તે અહીંયા તેના ફ્રેન્ડ સાથે રહેતી હતી. ત્યારબાદ તેનો પતિ ગૌતમ તેની બહેનો સુનિતા અને સુશીલા સાથે ફ્લેટ માં આવ્યો હતો.
ત્રણેયે ભેગા થઇ ને વિપુલ અગ્રવાલ ને બાથરૂમ માં બંધ કરી દીધો. અને રિતિકા ના હાથ-પગ બાંધીને તેને ચોથા માળે થી નીચે ફેંકી દીધી હતી. આ બાબતે આજુબાજુ વાળા તરત એકઠા થઇ ચુક્યા હતા.પોલીસ ને આ બાબત ની જાણ તથા વધુ તપાસ કરી અટકાયત કરી હતી. રિતિકાસિંહ ની વાત કરવામાં આવે તો તે તેના ફોટા અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી જ હોય છે. તેના ફેન્સ ઇંસ્ટાગ્રામ પર 44 હજાર થી પણ વધુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!