પ્રખ્યાત સિરિયલ તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા ના પ્રસિદ્વ કોમેડી કલાકાર જેઠાલાલ ગુજરાત ના પ્રવાસે.

ભારત ના દરેક ઘર મા પ્રખ્યાત એવી કોમેડી સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં નું એક કોમેડી પાત્ર એટલે જેઠાલાલ ગડા નુ પાત્ર. જેઠાલાલ ના નામે પ્રસિદ્ધ જેઠાલાલ નું સાચું નામ દિલીપ જોશી છે. દિલીપ જોશી અત્યારે ગુજરાત ના પ્રવાસે જોવા મળે છે. દિલીપ જોશી વર્ષો થી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તે જે પણ જગ્યા એ જાય ત્યાં સ્વામિનારાયણ ના મંદિર મુલાકાત અવશ્ય લે છે.

દિલીપ જોશી અત્યારે ગુજરાત ના પ્રવાસે જોવા મળે છે. ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રૂપાણી ના લગ્ન માં હાજરી આપવા માટે દિલીપ જોશી ગુજરાત આવ્યા હતા. અને તેની સાથે તેમની ધર્મપત્ની પણ આવ્યા હતા તે દરમિયાન દિલીપ જોશી અને તેમના પત્ની જલારામ બાપા ના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાં ભગવાન શિવ ની પૂજા કરી હતી. અને ત્યાં થોડા સમય માટે રહ્યા હતા. તે દરમિયાન લોકો માં પ્રિય એવા દિલીપ જોષી ની સાથે મુલાકાત કરવા તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી.

તેણે અને તેમની પત્ની એ મંદિર માં પૂજા કર્યા બાદ માં ત્યાં જલારામ બાપા નો પ્રસાદ પણ લીધો હતો. જલારામ બાપા ના ભક્ત પુના આણંદી તથા ટ્રસ્ટી દામજીભાઈ પટેલે અને મેનેજર રાજુભાઈ રાજપૂતે તેનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને જલારામ બાપા ની મુર્તી પણ આપી હતી. દિલીપ જોશી અને તેમની પત્ની પોરબંદર થી અમદાવાદ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પુત્ર નું રિસેપ્શન હોય ત્યાં હાજરી આપવા આવ્યા હતા અને તેથી વચ્ચે સમય મળતા જલારામ બાપા ના મંદીરે દર્શન કરવા રોકાણ કર્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.