પ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરે માત્ર 13-વર્ષ ની વયે જ ગાવાનું શરુ દીધું હતું અને આજે એક કાર્યક્રમ ના લે છે આટલા બધા રૂપિયા…

ગુજરાત માં અનેક લોકકલાકારો છે. જેમાંની એક લોકકલાકાર એટલે ફરીદા મીર. ફરીદા મીર ગુજરાત ના લોકો માં ખુબ જ પ્રિય કલાકાર છે. ફરીદા મીર પોતાના ગીતો થી લોકો ને પ્રફુલ્લિત કરી દેતા હોય છે. ફરીદા મીરે પોતાના જીવન માં કઈ રીતે આગળ વધ્યા તે આજે તમને જણાવીશું. ફરીદા મીરે બાળપણ થી જ ખુબ જ સંઘર્ષ સાથે જીવન પસાર કરેલુ છે.

ફરીદા મિર નો જન્મ 10 ડિસેમ્બર 1979 ના રોજ પોરબંદર માં થયો હતો. તેમને બાળપણ થી જ તેમના પિતા ની સાથે ભજન અને ધાર્મિક કાર્યક્રમો આપવાનું શરુ કરી દીધું હતું. તેમને બાળપણ થી ગાવાનો ખુબ જ શોખ હતો. તે જયારે 10 માં ધોરણ માં હતા ત્યારથી જ પોતાનો અભ્યાસ છોડી ગાયક માં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

તેમને માત્ર 13 વર્ષ ની વયે જ ગીતો ગાવાનું શરુ કરી દીધું હતું. તે શરૂઆત માં ખુભ જ નજીવા પૈસા લેતા હતા. પણ આજે ફરીદા મીર એક કાર્યક્રમ કરવાના 2-લાખ થી પણ વધારે રૂપિયા લે છે. આજે આખું ગુજરાત તેમના ગીતો ના ચાહક છે. આજે ગુજરાત માં તમામ જગ્યા એ તેમની ઓળખ થઇ ગઈ છે. ફરીદા મીર હવે ગુજરાતી ફિલ્મ માં પણ પોતાનું યોગદાન આપે છે.

ઘણા બધા ડાયરાના પ્રોગ્રામ માં તે ગીતો અને ગરબા ની રમઝટ બોલાવતા હોય છે. તેમના ગીતો સાંભળીને લોકો મંત્રમુગ્ધ બની જાય છે. આજે ફરીદા મીર 1000 થી પણ વધુ ગીતો ગાઈ ચુક્યા છે. આજે તે લક્સરીયસ જીવન જીવી રહ્યા છે. તેમને ઘણી ગુજરાતી ફિલ્મો માં અભિનેત્રી તરીકે ની ભૂમિકા અદા કરી છે. ફરીદા મીર ને આ લેવલે પહોંચવા માટે ઘણા બધા સંઘર્ષો નો સામનો કરવો પડ્યો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.