આંખથી આશુ સરી પડે તેવો બનાવ! પિતા પુત્રએ એક સાથે કરી આત્મ હત્યા કારણ જાણીને સૌ કોઈ ભાવુક થયા પરિવારમાં પણ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ની પાયાની જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન છે આને આ તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વ્યક્તિ પાસે પૈસા હોવા ઘણા જ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં નાણું અમૂલ્ય ભાગ ભજવે છે જીવન જરૂરી ચીજ વસ્તુઓથી લઈને મોજ શોખ સુધી જીવનને સારી રીતે જીવવા માટે નાણાં ની ઘણી જ જરૂર પડે છે આ બાબતથી આપણે માહિતગાર છીએ. તેવામાં જો વ્યકતિ પાસે નાણાં જ નો હોઈ તો ? વ્યક્તિ પર જાણે આભ ફાટી પડે છે.

જો કે અમુક લોકો પોતાની નાણાં ની જરૂરિયાત સંતોષવા માટે અન્ય વ્યક્તિ પાસેથી નાણાં ઉધાર લે છે જેને આપણે લોન તરીકે ઓળખીએ છીએ. પરંતુ કોઈ પણ લોનના હપતા ભરવા અને તેના નાણાં પરત કરવા દરેક વ્યક્તિના વસમાં નથી. આપણે સૌ જાણીએ છીએ કે લોકો કહે છે કે ઉધાર લીધેલા નાણાં દલદલ સમાન છે જેમાં એક વખત વ્યક્તિ અંદર ઉતારી જાય પછી વ્યાજના ભરડામાં સદાય માટે ફસાઈને જ રહી જાય છે. અને વ્યાજે પૈસા આપનાર લોકો પણ નાણાં ની પરત વસુલાત માટે ઘણી આકરી વસૂલી કરે છે જેના કારણે નાણાં ઉધાર લેનાર વ્યક્તિને ઘણી મુશ્કેલી પડે છે અને ઘણી વખત તેમની જીવન લીલા પણ સમાપ્ત થઇ જાય છે.

હાલમાં આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં વ્યાજ ખોરોના ત્રાસથી એક સાથે પિતા પુત્રે આત્મ હત્યા કરી છે જેના કારણે પરિવારમાં દુઃખનો માહોલ છે. જો આ દુઃખદ બનાવ અંગે વધુ વિગતો મેળવીએ તોતે આ પ્રમાણે છે મળતી માહિતી અનુસાર આ બનાવ જસદણ નો છે જણાવી દઈએ કે અહીં આવેલા શ્રી નાથજી ચોક માં એક દુકાન આવેલી છે જેનું નામ ન્યુ કોલેજીયન હેર આર્ટ છે. જેના માલિક રમેશ ભાઈ બડમલીયા છે જણાવી દઈએ કે રમેશ ભાઈને બે દીકરા અને એક દીકરી છે. જે પૈકી એક દીકરાનું નામ સતીષ ભાઈ છે.

એક દિવસ રમેશ ભાઈ પુત્ર સતીષ સાથે બપોરના સમયે ઘરેથી નીકળ્યા અને જસદણ તાલુકા માં આવેલા કોઠી ગામ પાસે આવેલા એક નાળા નીચે બંને પિતા પુત્રે ઝેરી દવા પીધી જે બાદ રમેશ ભાઈએ પોતાના મોટા ભાઈ ના પુત્ર નીરવ ને ફોન કરીને તેમના છેલ્લા રામ રામ છે અને પોતે પુત્ર સાથે દવા પીધી હોવાનું જણાવ્યું. જે બાદ તુરંત નીરવ પોતાના ભાઈ સાથે તેના કાકા પાસે પહોંચ્યો કે જ્યાં રમેશ ભાઈ અને સતીષ દવા પીધેલી હાલતમાં પડ્યા હતા.

તેમને તુરંત જસદણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા કે જ્યાં ડોક્ટર દ્વારા રમેશ ભાઈને મૃત ઘોષિત કરવામાં આવ્યા જયારે સતીષની હાલત પણ ઘણી ગંભીર હતી માટે તેને તુરંત વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો કે જ્યાં સતીષે પણ દમ તોડી લીધું, આમ એક જ પરિવારના પિતા પુત્રના અવસાનથી પરિવારમાં ભારે દુઃખનો માહોલ છે. જણાવી દઈએ કે સતીષના તો હજી ફક્ત 2 વર્ષ પહેલાજ લગ્ન થયા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ પહોંચી અને પૂછતાછ કરતા પરિવારે જણાવ્યું કે આ આત્મ હત્યાનું કારણ વ્યાજખોરો નો ત્રાસ છે. હાલમાં પોલીસ દ્વારા આ બાબત ને લઈને વધુ તપાસ ચાલી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.