કુદરતનો કેવો કરુણ ખેલ! ભાઈ બહેન બોર્ડની પરીક્ષા આપવા ગયા અને પિતા મૃત્યુ પામ્યા જે બાદ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ જીવન જીવવું કોઈ શરળ બાબત નથી જીવનમાં દરેક ક્ષણે અનેક મુશ્કેલી અને મુસીબતો આવતી હોઈ છે જે પૈકી ઘણી વખત કુદરત એવો ખેલ કરે છે કે જેને સહન કરવો પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય છે. આપણે અહીં આવીજ એક કરુણ ઘટના વિસે વાત કરવાની છે કે જેના વિશે જાણી ને તમારી આખો પણ ભરાઈ જશે.
આપને અહીં બે જાબાસ બાળકો વિશે વાત કરવાની છે કે જેમણે લોકો માટે મિસાલ પેસ કરી છે. જો વાત આ કરુણ ઘટના અંગે કરીએ તો તે પાટણ ની છે કે જ્યાં કુદરતે બે બાળકો ની ઘણી જ આકરી પરીક્ષા લીધી છે જોકે પરીક્ષા પાસ કરીને પણ આ બાળકો ઘણું હારી ચૂક્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રાજ્યમાં 12 અને 10 બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહી છે.
તેવામાં પાટણ ના નીતિન ભાઈ કે જેઓ મુન્દ્રા ની એક કંપની માં કામ કરતા હતા તેમની પુત્રી મહેક કે જે 12 સાઇન્સ ની બોર્ડ પરીક્ષા આપી રહી છે જ્યારે પુત્ર વેદ 10 બોર્ડ ની પરીક્ષા આપી રહ્યો છે બાળકો ની પરીક્ષા માટે નીતિન ભાઈ રજા લઈને મુન્દ્રા થી પાટણ આવ્યા હતા તેમની ઇચ્છા દિકરી ને ડોક્ટર બનાવવા ની હતી.
પરંતુ જાણે કુદરત બોર્ડ ની સાથે આ બાળકો ની પરીક્ષા લેવા માગતી હોઈ તેમ શરૂઆત ના ત્રણ પેપર માં નીતિન ભાઈ બાળકો ને શાળા એ લેવા મૂકવા ગયા અને તેમની સાથે પરીક્ષા ને લઈને વાતો પણ કરી જોકે રવિવારે અચાનક છાતિ માં દુઃખતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું.
આ સમયે બંને બાળકો નો બીજા દિવસે બોર્ડ નો પેપર હતો પરિવાર લોકો આવે ત્યાં સુધી અંતિમ વિધિ ની રાહ જોવાતી હતી. જોકે પરિવાર ના લોકોએ બંને બાળકો ને હિંમત આપી અને તેમને પરિક્ષા આપવા મોકલ્યા જે બાદ બાળકો જ્યારે પરીક્ષા આપી ઘરે પરત ફર્યા ત્યારે 10 માં ધોરણ માં ભણતા વેદે પિતાને અંતિમ વિદાઈ આપી ખરેખર આ ઘટના દરેક વ્યક્તિ ને રડાવીદે તેવી છે.