આપણા ભારતમાં ઉત્તર દિશામાં એવા ખાસ પહાડી વિસ્તારો આવેલા છે કે જેના ઉપર રહેવું અને એક જગ્યા એથી બીજી જગ્યાએ જવું ખૂબ જ કઠિન હોય છે. પહાડો ને કોતરીને રસ્તાઓ બનાવવામાં આવેલા હોય છે. ખાસ કરીને ઉત્તરની દિશામાં હિમાલય પર્વત હોવાને નાતે હિમાલયની પર્વતમાળાઓ દૂર દૂર સુધી બીજા રાજ્યમાં પણ ફેલાયેલી હોય છે.
ખાસ કરીને જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આ બધા એવા રાજ્યો છે કે જ્યાં પહાડો ની સંખ્યા મોટા માત્રામાં છે અને પહાડો ઉપરથી ક્યારેક વરસાદ તો ક્યારેક પહાડોની તૂટવાની ઘટના અનેકવાર બનતી હોય છે પરંતુ ત્યાં રહેતા લોકોને આ બધી ઘટનાઓ સામાન્ય થઈ જતી જોવા મળે છે અને ત્યાં લોકોના ડ્રાઇવરોથી લઈને બધા આ ઘટનાથી ટેવાય ગયા હોય છે.
એવો જ એક ભયાનક વિડીયો હાલ સામે આવ્યો છે. આ વિડીયો હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં હિમાચલ પ્રદેશની એચ આર ટી સી બસ એટલે કે હિમાચલ પ્રદેશ રોડ પરિવહનની એક બસ મુસાફરોને લઈને એક ખતરનાક પહાડોની વચ્ચેથી પસાર થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક બસ લગભગ સમુદ્ર તટથી 4420 મીટર ઊંચાઈ પર આ પરિવહનની બસ તેના પેસેન્જરને લઈને એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહી છે.
A thrilling ride from Chamba to Killar in a HRTC bus, Himachal Pradesh pic.twitter.com/JHw2JZR6tn
— Traveling Bharat (@TravelingBharat) November 4, 2022
આ રસ્તો ખૂબ જ કઠિન અને એકદમ ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ પહાડોને કોતરીને એક રસ્તો બનાવવામાં આવેલો છે. પરંતુ તેમાં જોઈ શકાય છે તેમ અડધો રસ્તો ઓળંગ્યા પછી તેમાં ઉપરથી એક ઝરણું પણ વહેતું હોય છે. જેના નીચેથી આ હિમાચલ પ્રદેશના રોડ પરિવહનની બસ પસાર થતી જોવા મળે છે અને જીવના જોખમે પણ આ લોકો બસ પસાર કરી દેતા હોય છે પરંતુ તે લોકોને કામ અર્થે એક સ્થળેથી બીજા સ્થળે ફરવા પડતું હોવાને નાતે લોકોને જવું પણ જરૂરી બનતું હોય છે. આ વીડિયોને જોવા વાળા પણ હચમચી ગયા છે અને ખૂબ જ કોમેન્ટો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!